શહેરના જુનાથાણા અને દશેરા ટેકરી વિસ્તારમાંથી પકડાયો વિદેશી દારૂ
નવસારી : નવસારી શહેરમાંથી લાંબા સમય બાદ વિદેશી દારૂ પકડાયો છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીને આધારે શહેરના જુનાથાણા અને દશેરા ટેકરી વિસ્તારમાંથી કુલ 68 હજારના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોની ધરપકડ કરી હતી. જ્યારે બે મહિલાઓ સાથે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.