ગુજરાત

જુનાથાણા પાસે વરસાદી પાણીમાં ઢંકાયેલા ખાડામાં યુવાન પડ્યો, પણ બચ્યો

Published

on

યુવાન ખાડામાં પડતો હોય, એના સીસીટીવી ફૂટેજ સાથે સંબંધિતોને ફરિયાદ

નવસારી : નવસારીમાં પડેલા ભારે વરસાદમાં શહેરના જુનાથાણા ખાતે વરસાદી પાણીમાં ઢંકાયેલા ખાડામાં નજીકમાં રહેતો યુવાન પડ્યો હતો, પરંતુ તેની સતર્કતાથી બચ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ સાથે યુવાને કલેકટર, DSP અને પાલિકામાં ઈમેલથી ફરિયાદ કરી છે, પણ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.

” કલેકટર, SP અને જિલ્લા ન્યાયાધીશ ખાડાવાળા રસ્તા પરથી પસાર થાય, પણ સમારકામ નહી – ભરત ખત્રી “

નવસારીમાં ગત શનિવારે ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને શહેરના રસ્તાઓ પર ઘૂંટણથી કેળ સમા પાણી ભરાતા જન જીવન ઠપ્પ થયું હતું. ભારે વરસાદમાં નવસારી કોર્ટ સામે પરિસીમા એપાર્ટમેન્ટમાં રહેતા ભરત ખત્રી કોઈક કામ અર્થે જુનાથાણા પાસે આવેલ અમુલ પાર્લર નજીક ગયા હતા. જ્યાં રસ્તા પર મોટો ખાડો પડ્યો હતો, જેના ઉપર પાણી હોવાથી ભરત જોઈ ન શક્યા અને તેઓ ખાડામાં પડ્યા હતા. સદનસીબે ખાડામાં પડતા જ ભરતના બંને હાથ રસ્તા પર પડતા તેઓ બચી ગયા હતા. ખાડામાં પડતા બચેલા ભરત ખત્રીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જયારે ભરત ખત્રીએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને નવસારી પાલિકાને ઈમેલ દ્વારા ખાડામાં પાડવા સંદર્ભે ફરિયાદ કરી, સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે, જેમાં પણ કામ ન થાય, તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. જોકે ઘટનાના બીજા જ દિવસે પાલિકાએ ખાડાનું સમારકામ કર્યું હતું, પણ પાલિકાનાં કામથી ભરત ખત્રીને સંતોષ નથી થયો. સાથે જ તેમના એપાર્ટમેન્ટ સામે પડેલા ખાડાઓ પરથી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ન્યાયાધીશ પણ પસાર થાય છે, પણ ખાડાઓનો કાયમી ઉકેલ આવે એવી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો પણ ભરત ખત્રીએ કર્યા હતા.

Click to comment

Trending

Exit mobile version