આરોગ્ય

ડાંગ જિલ્લાના એસટી બસ ડેપોમાં યોજાયો સ્વચ્છતાનો શ્રમયજ્ઞ

Published

on

ડાંગના આહવા, વઘઇ અને સાપુતારા ડેપો પર કર્ચમારીઓએ કરી સફાઈ

ડાંગ : જાહેર સ્થળોને સ્વચ્છ રાખવું નાગરિકોની જવાબદારી છે. પરંતુ રાજ્યના એસટી ડેપો, રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ સફાઇ થતી હોવા છતાં ગંદકી જોવા મળે છે. ત્યારે આજે ડાંગ જિલ્લામાં વલસાડ એસટી વિભાગ અંતર્ગત આવતા આહવા, વઘઇ અને સાપુતારા ખાતેના એસટી ડેપોમાં અધિકારી કર્મચારીઓએ ડેપોને સ્વચ્છ બનાવવા શ્રમયજ્ઞ કર્યો હતો.

વલસાડના વિભાગીય નિયામકનાં માર્ગદર્શનમાં યોજાયુ સ્વચ્છતા અભિયાન

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન પરિવહન વિભાગના વલસાડ વિભાગના નિયામક એન. એસ. પટેલ દ્વારા એસટી ડેપોમાં સ્વચ્છતાનો અભાવ હોવાનું ધ્યાને આવતા વલસાડ વિભાગ હેઠળ આવતા તમામ એસટી બસ ડેપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવા શાખા અધિકારીઓ, ડેપો મેનેજરને ગુગલ મીટથી યોજાયેલી મીટીંગમાં સૂચનો આપી એક સ્વચ્છતા સેવાયજ્ઞ કરવા માર્ગદર્શન આપ્યું હતું. જેને ધ્યાને લઇ આજે આહવા એસટી ડેપો ખાતે ડેપો મેનેજર કિશોરસિંહ પરમારની આગેવાનીમાં આહવા, વઘઇ અને ગિરિમથક સાપુતારા ખાતેના એસટી ડેપોમાં ટ્રાફિક સુપરવાઈઝર, મિકેનિક, ડ્રાઈવર, કંડકટર, ટીસી, એડમીન સ્ટાફ સહિતના અધિકારી કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં બસ સર્ક્યુલેશન એરીયા, મુસાફર બેઠક વ્યવસ્થા, પંખા, દીવાલો, પિલરો, તથા છતની સફાઈ સાથે શૌચલાયની સફાઈ, ડ્રાઈવર/કંડકટર રેસ્ટરૂમ, લેડીસ રેસ્ટરૂમ તેમજ કંટ્રોલ કેબીન સહિત તમામ ઓફીસોની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ કાયમી રીતે સફાઇનું ધોરણ જળવાઇ રહે તે માટે ડેપો મેનેજર દ્વારા વિશેષ મોનિટરિંગ કરી,  ડેપોમાં સફાઈ વ્યવસ્થા બાબતે સતત સતર્કતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો  હતો.

Click to comment

Trending

Exit mobile version