અપરાધ

નવસારીના શાંતાદેવી રોડ પર હીરાના કારખાનાની આડમાં ચાલતું જુગારધામ પકડાયું

Published

on

કારખાનામાં તીનપત્તીનો જુગાર રમતા 9 શકુનિઓ ઝડપાયા

નવસારી : સાતમ આઠમ આવતા જ જુગારના કેસોમાં વધારો થાય છે. જેથી જુગારની પ્રવૃત્તિને ડામવા પોલીસ સતર્ક રહે છે. ત્યારે શહેરના શાંતાદેવી માર્ગ પર હીરાના કારખાનાની આડમાં ચાલતા જુગારધામને નવસારી ટાઉન પોલીસે ઝડપી પાડી, ઘટના સ્થળેથી તીનપત્તીનો જુગાર રમતા 9 શકુનિઓની ધરપકડ કરી હતી.

ઘટના સ્થળેથી રોકડ, સાધનો અને વાહન મળી 1.24 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસની ટીમ સાતમ આઠમને ધ્યાને રાખી જુગારની પ્રવૃત્તિને અટકાવવા સક્રિય હતી. દરમિયાન HC ઘુઘા દિનેશ અને HC લાલુસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે, શહેરના શાંતાદેવી માર્ગ પર નગરપાલિકા હાઈસ્કૂલની સામે આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં વાહજી પુરા ચૌધરીના હીરાના કારખાનામાં વાહજી બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડાવી જુગારધામ ચલાવે છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારતા ઘટના સ્થળેથી મુળ બનાસકાંઠાનો અને કારખાનામાં જુગારધામ ચલાવતો વાહજી ચૌધરી, રૂસ્તમવાડીમાં તૃપ્તિ એપાર્ટમેન્ટમાં રહેતો ડાહ્યા નારણ ચૌધરી, વિજલપોરમાં ક્રિષ્ટન એપાર્ટમેન્ટમાં રહેતો કમશી નાનજી ચૌધરી, જલાલપોરના સીતારામ નગરમાં ગાયત્રીકૃપામાં રહેતો સુરેશ કાનજી ચૌધરી, વિજલપોરની ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં ક્રિશ્ના એપાર્ટમેન્ટમાં રહેતો નાનજી વાલા ચૌધરી, વિજલપોરમાં અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતો દેવા ચેલા ચૌધરી, રૂસ્તમવાડીમાં રશ્મી એપાર્ટમેન્ટમાં રહેતો દિનેશ પુરા ચૌધરી, કહારવાડમાં વીરા ચૌધરીના કારખાનામાં રહેતો દિનેશ કરસન ચૌધરી અને વિજલપોરમાં ક્રિષ્ટન એપાર્ટમેન્ટમાં રહેતો ડાહ્યા અરજણ ચૌધરીને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી, ઘટના સ્થળેથી દાંવમાં મુકેલા અને આરોપીઓ પાસેથી મળી કુલ 17070 રૂપિયા રોકડા, 60 હજાર રૂપિયાની 4 બાઇક, 47 હજારના 8 મોબાઈલ ફોન મળી કુલ 124070 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ટાઉન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસને વેગ આપ્યો હતો.  

Click to comment

Trending

Exit mobile version