અપરાધ

માંડવખડક ગામેથી વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

Published

on

સરકારી દવાખાનાની સામે જાહેરમાં જ રમાતો હતો જુગાર

નવસારી : ખેરગામના માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે જાહેરમાં જ વરલી મટકાનો જુગાર રમતા બે જુગારિયાને ખેરગામ પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા.

પોલીસે 15 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, ખેરગામ પોલીસની ટીમ સાતમ આઠમને ધ્યાને રાખી ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન PC પીનલ અર્જુનને બાતમી મળી હતી કે, માંડવખડકગામે સરકારી દવાખાનાની સામે વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે. જેને આધારે પોલીસે માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે વાંસના ઝાડની આડમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા બેને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વાંસદાના નવા ફળિયા ખાતે રહેતા 30 વર્ષીય ધૃવલ અશોક મહેતા અને 22 વર્ષીય રોહિત રમણ પટેલની ધરપકડ કરી હતી. જયારે વાંસદાના માછીવાડ ખાતે રહેતા જયેશ દિલીપ રાણાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વરલી મટકાનો આંક લખવાની ડાયરી, 5 કાપલીઓ, બોલપેન સાથે 14720 રૂપિયા રોકડા અને 500 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 15220 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તાપસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version