અપરાધ

નવસારીના ઇચ્છાપોર ગામેથી 5 લાખના વિદેશી દારૂ સાથે કન્ટેનર ડ્રાઈવર પકડાયો

Published

on

કન્ટેનરમાં ચોર ખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો

નવસારી : નવસારી ગણદેવી માર્ગ પર નવસારી LCB પોલીસે બાતમીને આધારે ઇચ્છાપોર ગામ નજીકથી સુરત જઈ રહેલા કન્ટેનરમાંથી 5 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ મંગાવનાર અને ભરાવનાર સહિત 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.

વિદેશી દારૂ સુરતના રામુ રાજગીરે ભરાવ્યો હતો, રામુ અને રાજેશે મંગાવ્યો

મળતી માહિતી અનુસાર, નવસારીમાંથી રોજ લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. હાઈવે ઉપર પોલીસની વધુ નજર હોવાથી દારૂની હેરાફેરી કરનારા ખેપીયાઓ જિલ્લાના આંતરિક માર્ગોનો ઉપયોગ કરતા થયા છે. જેમાં આજે ગણદેવી નવસારી માર્ગથી સુરત જઈ રહેલા વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યુ હતુ. LCB પોલીસના HC નીલેશ અશોક અને HC અજય મહાદેવને મળેલી બાતમીને આધારે, પોલીસે ગણદેવીના ઇચ્છાપોર ગામ નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા ખાલી જણાયુ હતુ. પરંતુ ખેપિયાઓની ચાલાકીને પોલીસે શોધી કાઢી હતી, કન્ટેનરમાં ચોરખાનું બનાવવામાં આવ્યુ હતું અને એમાંથી 5,02,800 રૂપિયાની વ્હીસ્કી, વોડકા અને બીયરના કુલ 15 બોક્ષમાંથી 1800 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અને સુરતના કવાસ ગામે રહેતા 32 વર્ષીય પ્રસંજીત સુકુમાર સામલની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સુરતના ઇચ્છાપોર ખાતે રહેતા બુટલેગર રામુ જગદીશ રાજગીરે ભરાવી આપ્યો હતો. જયારે દારૂનો જથ્થો રામુ રાજગીર તેમજ સુરતના રાજેશે મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 7 લાખ રૂપિયાનું કન્ટેનર, 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન અને 490 રૂપિયા રોકડા મળી કુલ 12.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણદેવી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી હતી. સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસે આગળની તપાસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version