આરોગ્ય

પર્યુષણ દરમિયાન કતલખાના, માંસાહારની લારી-દુકાનો બંધ રાખવાની માંગ

Published

on

જૈન અગ્રણીઓએ નવસારી જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

નવસારી : અહિંસા અને જીવદયા પ્રેમી જૈનોનો પવિત્ર તહેવાર પર્યુષણ 12 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. જેથી પર્યુષણ પર્વ દરમિયાન નવસારી જિલ્લામાં ચાલતા કતલખાના અને માંસાહારની લારીઓ, દુકાનો તેમજ તેની હેરાફેરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે, સાથે પોલીસ વિભાગ આવી પ્રવૃત્તિઓને બંધ રાખવા પ્રયત્નશીલ રહે એવો આદેશ કરવાની માંગ સાથે આજે જૈન અગ્રણીઓએ નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને પોલીસને કાર્યવાહી કરવા આદેશ કરવાની કરી માંગ

નવસારી શહેરના સમસ્ત જૈન સંધ અને સંસ્થાઓના આગેવાનોએ 12 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ પર જીવદયા અને અહિંસાનું પૂર્ણત: પાલન થાય એવા વિચાર સાથે આજે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નવસારી શહેર અને જિલ્લા કલેકટરના તાબા હેઠળના તમામ કત્લખાનાઓ, મચ્છીનું વેચાણ, ઈંડાની લારીઓ, પોલ્ટ્રી ફાર્મ તેમજ માંસાહારની દુકાનો, લારીઓ પર્યુષણના 9 દિવસો દરમિયાન બંધ રાખવામાં આવે. કારણ નાં. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ધાર્મિક તહેવારો દરમિયાન કતલખાના ચાલુ રાખી શકાય નહી, એવો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે નવસારીમાં ચાલતા કતલખાના અને માંસાહારની દુકાનો લારીઓ 12 થી 19 સપ્ટેમ્બર સુધી 9 દિવસો માટે બંધ કરાવવા સાથે એની હેરાફેરી પણ અટકે એવો આદેશ કરવાની માંગ કરાઈ છે. જેમાં જિલ્લા પોલીસ વડાને આદેશ કરી પર્યુષણ દરમિયાન ચેકિંગ રાખી કતલખાના અને માંસાહારની દુકાનો લારીઓ બંધ રહે એવા પ્રયાસો કરવાની પણ માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version