અપરાધ

નવસારીના અલીફ નગરમાંથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો

Published

on

આરોપી ડોક્ટર પાસેથી મેડીકલ સાધનો અને દવાઓ પણ કબ્જે લેવાઈ

નવસારી : નવસારીના તીઘરા વિસ્તારમાં આવેલા અલીફ નગરમાં છેલ્લા થોડા સમયથી કોઈપણ પ્રકારની ડીગ્રી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરતા ઝોલાછાપ ડોક્ટરને નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો.

આરોપી પાસે ડોકટરી પ્રેક્ટીસ માટે કોઈપણ સસ્થાનું પ્રમાણપત્ર ન હતુ

મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી શહેરના તીઘરા વિસ્તારમાં અલીફ નગરમાં મુળ મહારાષ્ટ્રનો એક વ્યક્તિ કોઇપણ પ્રકારના મેડીકલ પ્રેક્ટીસ કરવાના પ્રમાણપત્ર વિના દવાખાનું ચલાવે છે. જેને આધારે પોલીસે નવસારીના અર્બન હેલ્થ સેન્ટર – 2 ના ડો. જીનલ પટેલને સાથે રાખીને અલીફ નગરમાં તપાસ કરતા મુળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના હોલ ગામનો અને નવસારીના તીઘરા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટ ખાતે રહેતો ગણેશ બલીરામ પાટીલ દવાખાનું ચલાવી રહ્યો હતો. જેથી પોલીસે તેની પાસે કોઈપણ સક્ષમ સંસ્થા કે ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલનું પ્રમાણ પત્ર બતાવવા જણાવતા તેની પાસે ન હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી ગણેશ પાટીલ ડોક્ટર તરીકે પ્રમાણિત ન હોવા છતાં લોકોનું આરોગ્ય જોખમાઈ એ રીતે એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી રહ્યો હતો. જેથી પોલીસે ઝોલાછાપ ડો. ગણેશ પાટીલની ગેરકાયદે મેડીકલ પ્રેક્ટીસ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. સાથે જ દવાખાનામાંથી મેડીકલ સાધનો સાથે દવાનો જથ્થો મળી 9846 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધીને તપાસને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version