નવસારી : નવસારી શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ મુદ્દે સતર્ક થયેલી નવસારી પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમીને આધારે વિજલપોરમાંથી ચોરીના મોબાઈલ સાથે એકને ઝડપી પાડ્યો હતો.
રાહુલે સુર્યનગરમાંથી દોઢ મહિના અગાઉ મોડી રાતે ચોરી કર્યો હતો ફોન
મળતી માહિતી અનુસાર, નવસારી સહિત જિલ્લામાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં વધારો થતા નવસારી LCB પોલીસની ટીમ સતર્ક થઇ હતી. સાથે જ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરવા સાથે જ ટેકનીકલ સર્વેલાન્સની મદદથી ચોર સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. જેમાં LCB ના HC નિલેશ અશોક અને PC સંદીપ પીઠાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નવસારીના વિજલપોરની નવદુર્ગા નગરના ચાર રસ્તા પાસે વોચ ગોઠવી નવદુર્ગા નગરમાં જ રહેતા રાહુલ ગોપીચંદ આહિરે (21) ને 8 હજાર રૂપિયાના ભુરા રંગના ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. જેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે ગત 3 ઓગસ્ટ, 2023 ની રાત્રે નવદુર્ગા નગર નજીકના જ સૂર્યનગરમાં રહેતી જ્યોત્સના હળપતિના ઘરમાં દરવાજા નજીકના ટેબલ પર ચાર્જીગમાં મુક્યો હતો ત્યારે મોબાઈલ ચોરી કર્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આરોપી રાહુલ આહિરેની ધરપકડ કરી, ચોરીનો 8 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન કબજે કર્યો હોત. સાથે જ વધુ તપાસ અર્થે આરોપી રાહુલને વિજલપોર પોલીસને સોંપ્યો છે.