ગુજરાત

નવસારીમાં કિન્નરોએ પ્રભુ શ્રી રામલલ્લાની નજર ઉતારી લીધા વધામણા

Published

on

વિઠ્ઠલ મંદિરથી રામજી મંદિર સુધી કાઢી શોભાયાત્રા, ફટાકડા ફોડી, ગુલાલ ઉડાડી મનાવ્યો ઉત્સવ

નવસારી : ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ છે, અનેક સમાજ અને સંપ્રદાયો પણ હર્ષોલ્લાસ સાથે ભગવાનના આગમનને વધાવી રહ્યા છે, ત્યારે નવસારીમાં કિન્નર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી, નવસારીના બાવાની ટેકરી સ્થિત પૌરાણિક શ્રી રામજી મંદિરમાં જઇ હાલરડાં ગાઇ, નજર ઉતારીને ભગવાનના વધામણા લીધા હતા.

કિન્નરોએ વધામણા લેતા મંદિર ટ્રસ્ટે આપી દક્ષિણા

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની આજે ભવ્યાતિભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આનંદ દરેક સનાતનીના હૃદયમાં છે. ત્યારે ધરતી ઉપર ઉપદેવતાનું પદ ધરાવતા કિન્નર સમજે પણ રામ જન્મોત્સવની જેમ જ પ્રાણ પ્રતિષ્ઠાને ભાવવિભોર થઇ ઉજવી હતી. વિજલપોરના વિઠ્ઠલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના રાજમાર્ગો પર થઇને શહેરના મધ્યમાં બાવાની ટેકરી પર આવેલા પૌરાણિક રામજી મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં કિન્નરોએ રામ ભજનો ગઈ, શહેરીજનોને રામોત્સવમાં વધામણા લઇ આશિર્વાદ આપ્યા હતા. મંદિરમાં પહોંચી ગરબા ગઈ, ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ મંદિરમાં ભાવવિભોર થઇ હર્ષાસું સાથે નાના બાળકને રમાડતા હોય એ રીતે નાચતા, ઝૂમતા હાલરડાં ગયા હતા. કિન્નરોએ ભગવાન શ્રી રામલલ્લાની નજર ઉતારી, વધામણા લઇને ભગવાનની આરતી ઉતારી હતી. કિન્નરોએ ભગવાનના વધામણા લેતા મંદિરના મહારાજ દ્વારા ભગવાનના આશિર્વાદ આપ્યા હતા. સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા કિન્નરોને શોલ ઓઢાડી દક્ષિણા પણ આપવામાં આવી હતી.

Click to comment

Trending

Exit mobile version