અપરાધ

નવસારીના ખારેલ નજીકથી 5 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ચાલકની ધરપકડ

Published

on

પોલીસે દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો

નવસારી : નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. જેમાં આજે નવસારી LCB પોલીસે હાઈવે પર ગણદેવીનાં ખારેલ ઓવર બ્રીજ પાસેથી 5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. સાથે જ દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે.

પોલીસે વિદેશી દારૂ સાથે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. જેને નવસારી પોલીસ અટકાવાનો પ્રયાસ કરે છે, પણ વિદેશી દારૂના ખેપીયાઓ અવનવી રીતે દારૂનું વહન કરતા હોય છે. દરમિયાન આજે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના HC વિપુલ નાનું અને PC ગોવિંદ રાજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વલસાડ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક ટેમ્પો સુરત તરફ જનાર છે. જેના આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર ગણદેવીના ખારેલ નજીકના ઓવર બ્રીજના ઉત્તરી છેડે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી, તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓની પાછળ 93 પુઠાના બોક્ષમાં ભરેલ 5,05,200 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 2700 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને દાદરા નગર હવેલીના દાદરા સ્થિત ડેમલી રોડ ખાતે કલ્પના કંપનીની સામે રહેતા 38 વર્ષીય આશિષ કિરીટ ભંડારીની ધરપકડ કરી હતી. આરોપી આશિષની પૂછપરછમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો દમણના રણજીત પટેલે આપ્યો હોવાનું જણાવતા પોલીસે રણજીતને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો, 5500 રૂપિયાના બે મોબાઈલ ફોન, 350 પ્લાસ્ટિકની કોઠળીઓ મળી કુલ 15.10 લાખ રૂપિયાના મુદ્દામાલને કબ્જે કરી, ગણદેવી પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version