અપરાધ

NH 48 પરથી ગેરકાયદે વહન થતા 12.50 લાખના સાગ અને સીસમના લાકડા પકડાયા

Published

on

વન વિભાગે ટેમ્પો ચાલક અને લાકડા ભરાવનારા બે મળી ત્રણની કરી અટકાયત

નવસારી : નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના જંગલમાંથી કિંમતી લાકડાની તસ્કરી થતી રહે છે. જેમાં આજે નવસારીના વાંસદા અને ચીખલી રેંજ ફોરેસ્ટરની સંયુક્ત ટીમે નેશનલ હાઇવે નં. 48 પરથી ગેરકાયદે વહન થતા 12.50 લાખના સાગ અને સીસમના લાકડાના જત્થાને પકડી પડ્યો હતો. વન વિભાગે ટેમ્પો ચાલક સહિત લાકડા ભરાવનારા બે મળી કુલ ત્રણની અટકાયત કરી તપાસને વેગ આપ્યો છે.

ગેરકાયદે વહન થતા સાગ અને સીસમના લાકડા ડીસા ખાતે પહોંચાડવાના હતા

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે વાંસદા અને ચીખલી રેંજ ફોરેસ્ટરની ટીમ સંયુક્ત રીતે ગેરકાયદે લાકડાનાં વહનને રોકવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મદદનીશ વન સંરક્ષક જે. ડી. રાઠોડને બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં સાગ અને સીસમનાં લાકડાનો જથ્થો હાઈવે પરથી થઇ ડીસા જનાર છે. જેને આધારે વન વિભાગની ટીમે નેશનલ હાઇવે નં. 48 પર એંધલ નજીક નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા વન અધિકારીઓએ તેને રોકી, તપાસ કરતા તેમાંથી 12.50 લાખ રૂપિયાના સાગ અને સીસમના 42 ચોરસા મળી આવ્યા હતા. વન અધિકારીઓએ લાકડાના વહન અંગેના જરૂરી દસ્તાવેજો અને બીલની માંગણી કરતા ચાલક તેને આપી શક્યો ન હતો. જેથી વન અધિકારીઓએ ટેમ્પો ચાલક અને અમદાવાદ ખાતે રહેતા પુખરાજ તેમજ લાકડા ભરાવનારા તથા નવસારીના ગણદેવી તાલુકાના ખારેલ ગામે રહેતા પુનારામ ચૌધરી અને સેનારામ દેવાસીની અટક કરી હતી. સાથે જ ગેરકાયદે વહન થતા લાકડાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 15.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વન વિભાગે ત્રણેય આરોપીઓ સામે વન્ય કાયદાને આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ રેંજ ફોરેસ્ટર ચીખલીને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version