ગુજરાત

નવસારી જિલ્લા પંચાયતના કુકેરીના ભાજપી સભ્યને ફટકારાઇ કારણદર્શક નોટીસ

Published

on

પક્ષ વિરોધી વાતો અને ચર્ચાઓ કરતા હોવાના આક્ષેપો સાથે અપાઈ નોટીસ

નવસારી : નવસારી જિલ્લા પંચાયતના કુકેરી બેઠકથી આદિવાસી ભાજપી સભ્ય પ્રકાશ પટેલ પક્ષ વિરોધી વાતો સાથે જ ચર્ચાઓ કરીને પક્ષની છબીને ખરડવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપો સાથે આજે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખે તેમને કારણદર્શક નોટીસ ફટકારી છે, સાથે જ તેમને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તેના માટે બે દિવસમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે.

પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા, બે દિવસમાં માંગવા આવ્યો જવાબ

લોકસભા ચુંટણીનો પ્રચાર શરૂ થઇ ચુક્યો છે. જેમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની રાજ રમત પણ શરૂ થઇ છે, ત્યારે નવસારી જિલ્લા પંચાયતના કુકેરી બેઠકથી ચુંટાયેલા ભાજપી સભ્ય પ્રકાશ પટેલને આજે નવસારી જિલ્લા ભાજપ દ્વારા કારણદર્શક નોટીસ ફટકારતા આદિવાસી પંથકના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. નવસારી જિલ્લા ભાજપ દ્વારા પાઠવવામાં આવેલ નોટીસમાં પ્રકાશ પટેલ ભાજપના પ્રાથમિક સભ્ય સાથે જ પક્ષના મેન્ડેટ પર જિલ્લા પંચાયતની ચુંટણી લડી પંચાયત સભ્ય પણ બન્યા છે. પરંતુ થોડા સમયથી જાહેરમાં પક્ષ માટે ન શોભે એવી તથા પક્ષની છબી નુકશાન કરતી વાતો અને ચર્ચાઓ કરતા રહ્યા છો, આપણા વાણી વિલાસ અને વર્તણુકને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય એવું ન હોવાનું જણાવ્યું છે. જેની સાથે જ પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા એ મુદ્દે બે દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જોકે આ મુદ્દે હજી પ્રકાશ પટેલનું કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

Click to comment

Trending

Exit mobile version