અપરાધ

ગણદેવી ઈ ધરા કેન્દ્રના બે કોમ્પ્યુટર ઓપરેટર 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

Published

on

7/12 અને 8/અ ની નકલ માટે માંગતા હતા 500 થી 2000 ની લાંચ

નવસારી : ગણદેવી મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્રના બે કોમ્પ્યુટર ઓપરેટર 7/12 અને 8/અ ની નકલ માટે 500 રૂપિયાની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ પકડાઈ ગયા હતા. પોલીસે બંનેની
અટક કરી, તપાસને વેગ આપ્યો છે.

મહેસૂલી દસ્તાવેજોની મામુલી રકમ સામે માંગતા હતા મોટી લાંચ

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરી, તેમને જરૂરી દસ્તાવેજો માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. જેમાં ગ્રામ્ય સ્તરે જમીન માટે અથવા વેચાણ માટે જરૂરી 7/12 અને 8/અ ની નકલ સરળતાથી મળી રહે એના માટે દરેક તાલુકામાં મમળતદાર કચેરીમાં ઈ ધરા કેન્દ્ર કાર્યરત કર્યા છે. ઈ ધરા કેન્દ્રમાંથી જરૂરી દસ્તાવેજો નજીવી કિંમતે કાઢી આપવામાં આવે છે. ઓનલાઇન નીકળતા આ દસ્તાવેજો માટે પણ ભ્રષ્ટાચારીઓ પોતાની અનેક તિકડમ લાગવી રૂપિયા કમાતા હોય છે. ત્યારે નવસારીના ગણદેવી મામલતદાર કચેરી અંતર્ગત ઈ ધરા કેન્દ્રમાંથી 7/12 અને 8/અ ની નકલ મેળવવા માટે નાગરિકો પાસેથી 500 થી 2000 રૂપિયા સુધી માંગવામાં આવતા હોવાની ફરિયાદ ઉથી હતી. જે ફરિયાદ ACB કચેરીએ થતા જ સક્રિય થયેલી ACB પોલીસે ગણદેવી મામલદાર કચેરીના ઈ ધરા કેન્દ્રમાંથી 7/12 અને 8/અ ની નકલ મેળવવા માટે ડમી ગ્રાહક ઉભો કર્યો હતો અને તેના દ્વારા ઈ ધરા કેન્દ્રના હંગામી કોમ્પ્યુટર ઓપરેટર અલ્પેશ હળપતિ પાસે નકલ માંગી હતી. જેના માટે અલ્પેશે અન્ય એક કોમ્પ્યુટર ઓપરેટર મનીષ તલાવિયાનો સંપર્ક કરાવતા તેણે 50p રૂપિયાની લાંચ માંગી હતી. દરમિયાન ACB પોલીસે છટકું ગોઠવી પ્રથમ મનીષ તલાવિયાને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડ્યો હતો અને તેને આધારે અલ્પેશ હળપતિને દબોચી લીધો હતો. ACB પોલીસે આરોપી અલ્પેશ અને મનીષની અટક કરી, તેમના વિરૂદ્ધ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે. ઈ ધરા કેન્દ્રમાં ACB ni કાર્યવાહીથી સમગ્ર ગણદેવી મામલતદાર કચેરીમાં સોપો પડી ગયો હતો. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Click to comment

Trending

Exit mobile version