નવસારી SOG પોલીસે આરોપીને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યો
નવસારી : નવસારી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે 4 વર્ષ અગાઉ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને નવસારી SOG પોલીસે વલસાડના ગુંદલાવ ખાતેથી પકડી પાડ્યો હતો.
આરોપી હેમંત રાઠોડને ગુંદલાવ તેના ઘરેથી દબોચ્યો
મળતી માહિતી અનુસાર, લોકસભા ચુંટણી 2024 ને ધ્યાને રાખીને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા રાચાયેલી વોન્ટેડ એક્યુસડ સેલ કાર્યરત છે. જેમાં જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં વર્ષ 2020 માં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીનો આરોપી હેમંત ધનસુખ રાઠોડ વલસાડ જિલ્લાના ગુંદલાવ સ્થિત તેના ઘરે હાજર છે. જેને આધારે SOG ની ટીમે વલસાડના ગુંદલાવ સ્થિત આરોપીના ઘરે છાપો મારી 32 વર્ષીય હેમંત રાઠોડની ધરપકડ કરી, વધુ તપાસ અર્થે નવસારી ગ્રામ્ય્ય પોલીસને સોંપ્યો હતો.