અઠવાડિયામાં નવસારી લોકસભા બેઠક ઉપર 35 ઉમેદવારીપત્રો ભરાયા
નવસારી : લોકસભા ચુંટણીનું બ્યુગલ ફૂંકાયા બાદ ચુંટણી મેદાનના મહારથીઓ માટે ઉમેદવારીપત્રો ભરવાના અઠવાડિયા દરમિયાન 25 નવસારી લોકસભા બેઠક ઉપર 13 પક્ષોના 17 ઉમેદવારો અને 9 અપક્ષ મળીને કુલ 35 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોકે ચુંટણી જંગ કેટલા ઉમેદવારો વચ્ચે ખેલાશે, એ 22 એપ્રિલ બાદ સ્પષ્ટ થશે.
ભાજપના સી. આર. પાટીલે વિજય મુર્હતમાં ભર્યા ઉમેદવારીપત્ર
લોકસભા ચુંટણીની જાહેરાત થતા જ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે, ના રોજ મતદાન થવાની ઘોષણા થઇ છે. જેને ધ્યાને રાખી ગત 12 એપ્રિલથી ચુંટણી જંગમાં ઉતારનારા મહારથીઓ માટે ઉમેદવારી કરવા માટે 19 એપ્રિલ સુધી અઠવાડિયાનો સમય જાહેર થયો હતો. જેમાં બે રજાઓ બાદ કરતા 6 દિવસોમાં કુલ 26 ઉમેદવારોએ 35 ઉમેદવારીપત્રો ભર્યા છે. ખાસ કરીને 4 દિવસોમાં જ ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાં 15 એપ્રિલે 3, 16 એપ્રિલે 1, 18 એપ્રિલે 5 અને આજે 19 એપ્રિલે અધધ 26 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારી નોંધાવામાં કુલ 13 રાજકિય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી મુખ્ય ભારતીય જનતા પક્ષના સી. આર. પાટીલે આજે વિજય મુર્હત જાળવીને 4 ઉમેદવારીપત્ર ભર્યા હતા, જેમની સાથે ભાજપના જ અશ્વિન પટેલે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. સામે પક્ષે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના નૈષધ દેસાઈએ પણ 4 ઉમેદવારીપત્રો ભર્યા હતા, જેમની સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પણ બે ઉમેદવારી પત્રો ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
નવસારીના ચેતન કહારે ગુજરાત પક્ષમાંથી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે પણ નોંધાવી ઉમેદવારી
નવસારી લોકસભા બેઠક ઉપર ચુંટણી લડવા માટે અનેક રાજકિય પક્ષો સાથે અપક્ષ ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો હતો અને ઉમેદવારી નોંધાવવાના દિવસો દરમિયાન જિલ્લા ચુંટણી અધિકારી સમક્ષ કુલ 35 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના 13 પક્ષોના 17 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે, જેની સામે 9 અપક્ષ ઉમેદવારો પણ ચુંટણી જંગમાં ઉતર્યા છે. જેમાંથી નવસારીના જલાલપોર વિસ્તારમાં રહેતા ચેતન કહારે અગાઉ 16 એપ્રિલે અપક્ષ ઉમેવારી કર્યા બાદ ગુજરાત પક્ષના મેન્ડેટ ઉપર પણ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ છે. જયારે 26 ઉમ્દેવારોમાં એક જ મહિલા ઉમેદવારે ચુંટણીના સમરાંગણમાં ઉતારવાની હિંમત દાખવી છે.
નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારીપત્ર ભરનારા રાજકિય પક્ષ, તેમના ઉમેદવારો અને ભરેલા ઉમેદવારીપત્રોની માહિતી
- સોશ્યલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા – કનુ ખાડાદિયા – 2 ઉમેદવારીપત્રો
- બહુજન સમાજ પાર્ટી – મલખાન વર્મા – 2 ઉમેદવારીપત્રો
- ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટી – વિજય ઠુંમર – 1 ઉમેદવારીપત્ર
- બહુજન રિપબ્લીકન સોસાયટી પાર્ટી – કિશાર રાણા – 1 ઉમેદવારીપત્ર
- ગુજરાત પક્ષ – ચેતન કહાર – 1 ઉમેદવારીપત્ર
- ભારતિય જનતા પાર્ટી – સી. આર. પાટીલ – 4 ઉમેદવારીપત્રો
- ભારતિય જનતા પાર્ટી – અશ્વિન પટેલ – 1 ઉમેદવારીપત્ર
- સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા – કાદિર સૈયદ – 1 ઉમેદવારીપત્ર
- સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા – મુનાફ વોરા – 1 ઉમેદવારીપત્ર
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – નૈષધ દેસાઈ – 4 ઉમેદવારીપત્રો
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – શૈલેષ પટેલ – 2 ઉમેદવારીપત્રો
- બહુજન સમાજ મુક્તિ પાર્ટી – રાજુ વરડે – 1 ઉમેદવારીપત્ર
- અખિલ ભારતીય સેના – ચંદનસિંહ ઠાકૂર – 1 ઉમેદવારીપત્ર
- લોગ પાર્ટી – રમઝાન મંસૂરી – 1 ઉમેદવારીપત્ર
- ગરીબ કલ્યાણ પક્ષ – મોહમ્મદ હનીફ શેખ – 1 ઉમેદવારીપત્ર
- સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી – સંતોષ સુરવાડે – 1 ઉમેદવારીપત્ર
- સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી – બાલકુષ્ણ બાગલે – 1 ઉમેદવારીપત્ર
નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરનારા અપક્ષ ઉમેદવારો
- નવીન પટેલ, 2. ચેતન કહાર, 3. કિરીટ સુરતી, 4. મેહમુદ સૈયદ, 5. હમીદ શેખ, 6. ખુશવાહ સુમનબેન, 7. વિનય પટેલ, 8. અયાઝ કાઝી અને 9. મોહમ્મદ નિસાર શેખ