Connect with us

અપરાધ

ચીખલીના સુંઠવાડથી એકસપ્લોઝિવ સાથે એક ઝડપાયો

Published

on

પોલીસે આરોપી પાસેથી 8 જીલેટીન સ્ટિક અને 4 ડીટોનેટર પકડ્યા

નવસારી : નવસારીના ચીખલી વિસ્તારમાં આવેલી કવોરીઓમાં એક્સપ્લોઝિવ બ્લાસ્ટ કરવામાં આવે છે, પરંતુ તેને ગેરકાયદેસર રાખી શકાતા નથી. ત્યારે ચીખલીના સુઠવાડ ગામેથી ગેરકાયદે એકસપ્લોઝિવ રાખનારા યુવાનને નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસે ઝડપી પાડ્યો હતો.

નવસારી SOG પોલીસે એકસપ્લોઝિવ એક્ટ હેઠળ કરી ધરપકડ

નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસની ટીમને ગત રોજ બાતમી મળી હતી કે, નવસારીના ચીખલી તાલુકાના સુંઠવાડ ગામે પટેલ ફળિયામાં રહેતા 34 વર્ષીય બળવંત પટેલના ઘરે એકસપ્લોઝિવનો જથ્થો છે. જેને આધારે SOG ની ટીમે સુંઠવાડ બળવંતના ઘરે પહોંચી, છાપો મારતા 8 જીલેટીન સ્ટિક અને 4 ડીટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો. જીલેટીન સ્ટિક અને ડીટોનેટર કવોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે, ત્યારે ગેરકાયદે રાખેલ એકસપ્લોઝિવને ધ્યાને લઇ પોલીસે બળવંત પટેલની એકસપ્લોઝિવ એક્ટની ધારા હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી 8 જીલેટીન સ્ટિક અને 4 ડીટોનેટર, 1 મોબાઈલ ફોન મળી કુલ 6,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચીખલી પોલીસે બળવંત વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading

અપરાધ

નેશનલ હાઈવે પર બલવાડા પાસેથી 3.50 લાખનો દારૂ ભરેલ કાર સાથે બેની ધરપકડ

Published

on

By

લકઝરી કારથી પાયલોટીંગ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ

નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ સુરત તેમજ આગળના જિલ્લાઓમાં ખેપિયાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે ચીખલી પોલીસે લક્ઝરીયસ કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજ નજીકથી 3.50 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે વલસાડના બે ખેપિયાઓની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની કારનું પાયલોટિંગ કરતી લકઝરી કારમાં સવાર મુખ્ય સૂત્રધાર સાથે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

સેલવાસથી દારૂનો જથ્થો ભરી કડોદરા સપ્લાય કરવાનો ખેલ પકડાયો

મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના PSI આર.એન. વાડલે અને કર્મચારીઓ ખાનગી વાહનોમાં હાઈવે પર પેટ્રોલીંગમાં હતા. દરમીયાન સર્વેલન્સ ટીમના ASI અલ્પેશભાઈ અને HC મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમીયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક સફેદ રંગની કારને પોલીસે આંતરી, તેને અટકાવી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી 3,50,640 રૂપિયાની 25 પુંઠાના બોક્સમાંથી વ્હિસ્કી તથા ટીન બિયર મળી કુલ 1020 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 5 લાખની કાર, 2 મોબાઈલ અને દારૂ મળી કુલ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કારચાલક અને વલસાડના ઉદવાડા તાલુકાના સરોધી ગામે રહેતા મીતકુમાર ઉર્ફે મીતલો માહ્યાવંશી અને વલસાડના વાપી તાલુકાના બલીઠા ગામે રહેતા અક્ષયકુમાર રાઠોડની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

લકઝરી કાર વડે પાયલોટીંગ કરનાર નવસારીનો બુટલેગર ‘આઝાદ લંગડો’ વોન્ટેડ જાહેર

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરીને સુરતના કડોદરા ખાતે સપ્લાય કરવાનો હતો. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર નવસારીના લક્ષ્મી ટોકીઝ પાછળ રહેતો નસીમુદ્દીન ઉર્ફે ‘આઝાદ લંગડો’ છે, જેણે સેલવાસથી દારૂ ભરાવ્યો હતો અને પોતાની લકઝરી કાર વડે આગળ પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સુરત તરફ રવાના કરાવ્યો હતો. ચીખલી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી આઝાદ લંગડો તેમજ કડોદરા ખાતે દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

RTO ઇ-ચલણની લિંક મોકલીને મોબાઈલ હેકિંગથી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીના બેની ધરપકડ

Published

on

By

આરોપીઓએ RTO ચલણની નકલી APK ફાઇલ મોકલી 10 લાખની કરી હતી સાયબર છેતરપિંડી

નવસારી : સાયબરની જાળ ફેલાવા સાથે એમાં અપરાધની ગૂંચ પણ વધતી જાય છે. ઠગબાજો અનેક તિકડમ લગાવી, સેંકડો કે હજારો કિમી દૂર બેઠેલા નાગરિકને શિકાર બનાવી, તેમના એકાઉન્ટને હેક કરીને લાખો રૂપિયા સાયબર ફ્રોડ થકી સેરવી લેતા હોય છે. RTO ઈ ચલણની APK ફાઈલ મોકલી જલાલપોરના દુકાનદારના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેનારા મહારાષ્ટ્રના ઠગબાજોને પકડવામાં જલાલપોર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પુણે અને બારામતી ખાતેથી બે સાયબર ઠગોને દબોચી લીધા છે. ટેકનિકલ એનાલિસિસ થકી જલાલપોર પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાને ઉકેલી કાઢ્યો છે.

બોગસ RTO ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો અને 10 લાખ ટ્રાન્સફર કરી લીધા

મળતી માહિતી મુજબ, નવસારીના જલાલપોર વિસ્તારમાં ગૌરીશંકર મોહલ્લામાં રહેતા દીપકકુમાર પ્રવીણભાઈ ડુમાસીયા લિફ્ટ રિપેરિંગનું કામ કરે છે. ગત 31 ઓગસ્ટના રોજ દીપકના કારીગર નવનાથના વ્હોટસએપ નંબર પરથી RTO ચલણની APK ફાઈલ આવી હતી. જેથી RTO માંથી કોઈ ચલણ આવ્યું હશે એવી વિચારીને દીપક ડુમસીયાએ APK ફાઈલ ઓપન કરી લીધી હતી. જે ઓપન કર્યા બાદ open કે denay ઓપ્શન આવતા, દીપકે તેને denay કરી વ્હોટસએપમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર HDFC Bank ના અને જિયોના કોલ ફોરવર્ડના તથા Email ID ના પાસવર્ડ બદલાયેલા હોય એવા મેસેજ આવતા, દીપકને ધ્રાસ્કો પડ્યો હતો અને તેણે તાત્કાલિક બેંક મેનેજરને ફોન કરી, તેમના 4 બેંક એકાઉન્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. બેંક એકાઉન્ટ બ્લોક કર્યા બાદ છેલ્લા ટ્રાન્ઝેક્શન છેક કરતા 5 સપ્ટેમ્બરના રોજ દીપકના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયાની FD ની રકમ ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં ખાતું ધરાવતા અને મહારાષ્ટ્રના પુણેમાં રહેતા સાંસર ગામે રહેતા નિખિલ સુનીલ અંબોડે નામના ઈસમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. જેથી દીપક ડુમસીયાએ જલાલપોર પોલીસ મથકે સાયબર છેતરપિંડી અંતર્ગત ગુનો નોંઘવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ટેકનિકલ એનાલિસિસના આધારે જલાલપોર પોલીસની પુણે અને બારામતીમાં રેડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જલાલપોર PI એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ટેકનિકલ એનાલિસિસમાં મુખ્ય આરોપી નિખિલ અંબોડે મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટુકડી તાત્કાલિક પુણેના સાંસર ગામે પહોંચી હતી અને 25 વર્ષીય નિખિલ સુનીલ અંબોડેને દબોચી લીધો હતો. નિખિલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના સાથીદાર અને મહારાષ્ટ્રના બારામતીમાં સોમેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય સૈરાજ અશોક લોંઢેનું નામ ખુલ્યું હતું . જેથી પોલીસે બારામતી ખાતેથી સૈરાજ લોન્ઢેની પણ ધરપકડ કરી હતી. બંને સાયબર ઠગોને પોલીસે નવસારી લાવી, સાયબર છેતરપિંડીના ગુનામાં તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ છે..? ટ્રાન્સફર કરેલી 10 લાખ રૂપિયાની રકમ ક્યાં મોકલી અથવા એનું શું કર્યું..? વગેરે સવાલોના જવાબ મેળવવા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Advertisement

Trending