અપરાધ

વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં 7 વર્ષથી વોન્ટેડ આરોપી કચ્છથી પકડાયો

Published

on

આરોપી કચ્છમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો હતો

નવસારી : નવસરીના ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા 7 વર્ષોથી નાસતો ફરતો આરોપી પોતાના વતન કચ્છમાં ઓળખ છુપાવીને રહેતો હતો, જેને નવસારી LCB પોલીસની ટીમે તેના ગામ અઘોઈથી પકડી પાડ્યો હતો.

નવસારી LCB ની ટીમે કચ્છથી આરોપીને પકડી લાવી, ચીખલી પોલીસને સોંપ્યો

મળતી માહિતી અનુસાર, લોકસભા ચુંટણી અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા જિલ્લાના વોન્ટેડ આરોપીઓના નામ મેળવીને તેમને પકડવા માટેની કવાયદ હાથ ધરી હતી. જે દરમિયાન LCB ની ટીમને બાતમી મળી હતી કે ચીખલી પોલીસ મથકમાં વર્ષ 2017 માં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપી અને ભરૂચના અયોધ્યાનગર ખાતે રહેતો જયેશ ગોવિંદ વાન, પોતાની ઓળખ છુપાવીને તેના વતન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના અઘોઈ ગામે રહી રહ્યો છે. જેથી પોલીસે HC નયન હનુભા, HC લાલુસિંહ ભરતસિંહ અને PC દિવ્યરાજસિંહ કિશોરસિંહ ની એક ટીમ બનાવી કચ્છ મોકલી હતી. પોલીસ ટીમે કચ્છ આરોપીના ઘરે તપાસ કરતા ત્યાં મળી આવ્યો હતો, જેથી આરોપી જયેશ વાનને પકડી, નવસારી લાવી તેની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version