અપરાધ

નવસારીના સ્ટાર સિનેમાના રસોડામાં આગ લાગતા નાસભાગ

Published

on

નવસારીના સ્ટાર સિનેમાના રસોડામાં આગ લાગતા નાસભાગ

નવસારી : નવસારીના ઇટાળવા સ્થિત ધ વિલ્સન પોઇન્ટ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ સ્ટાર સિનેમાના રસોડામાં ગત રાતે આગ લાગતા નાસભાગ મચી હતી. રસોડામાં મુકેલ ઈલેક્ટ્રીક ફ્લાયરમાં લાગેલી આગ પાણી અને ફાયર એક્ઝીગ્યુસર દ્વારા થોડી મિનિટોની મહેનત બાદ ઓલવવામાં આવી હતી. પરંતુ દુકાનોમાં શરૂ થયેલા સ્ટાર સિનેમાની મંજૂરી મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે.

આગ લાગતા સ્ટાર સિનેમામાં બેઠેલા લોકોને પણ બહાર કઢાયા

નવસારી શહેરના ઇટાળવા વિસ્તારમાં વિશાલ નગર સોસાયટીની સામે આવેલા ધ વિલ્સન પોઇન્ટ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત સ્ટાર સિનેમાના રસોડામાં ગત રાત્રે અચાનક ઈલેક્ટ્રીક ફ્લાયરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા જ રસોડાના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોત જોતામાં આગ વધી અને ફ્લાયર સંપૂર્ણ આગની ચપેટમાં આવી ગયું હતુ. રસોડાના સ્ટાફે આગને ઓલવવા પાણીનો મારો શરૂ કર્યો, દરમિયાન સ્ટાર સિનેમામાં ફિલ્મની મજા માણી રહેલા આઠ લોકોને પણ બહાર કાઢી લેવાયા હતા. જેમાં એક ફાયર વિભાગ સાથે સંકળાયેલા વ્યક્તિએ તરત જ ફાયર એકઝીગ્યુસરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ઘટના મોટી ન હોય કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી.

નવ દુકાનોમાં બે સ્ક્રીનવાળુ સ્ટાર સિનેમા કેવી રીતે ધમધમતું થયુ..? મંજૂરી સામે પ્રશ્નાર્થ

ધ વિલ્સન પોઇન્ટમાં ચાલતા સ્ટાર સિનેમા સામે અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે. કારણ સ્ટાર સિનેમા 9 દુકાનોમાં ચાલી રહ્યું છે. 9 દુકાનોને ભેગી કરી એમાં બે સ્ક્રીનનું સિનેમા કાર્યરત કરી દેવામાં આવ્યું છે. દુકાનોમાં સાંકડી જગ્યામાં સિનેમાને મંજૂરી કેવી રીતે આપવામાં આવી, મંજૂરી આપી ત્યારે એન્ટ્રી એક્ઝિટનું ધ્યાન કેમ રાખવામાં ન આવ્યું, ફાયરના નિયમોને નેવે કેમ મૂકવામાં આવ્યા જેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. રાજકોટની ઘટના બાદ તપાસમાં જોતરાયેલા નવસારીના તંત્રએ સ્ટાર સિનેમાના સંચાલકોને ફકત ફાયર સેફ્ટીમાં બે મોટી CO2 ની બોટલો લેવાની અને એક્ઝિટ ગેટ બનાવની સૂચના આપી હતી. પરંતુ આગ જેવી ઘટના બને તો, સિનેમામાંથી કેવી રીતે 100 થી વધુ ઝડપ ભેર બહાર નીકળશે એનો વિચાર કર્યો ન હોય એવું સ્થળ સ્થિતિ જોઈને લાગી રહ્યુ છે.

Click to comment

Trending

Exit mobile version