અપરાધ

બીલીમોરા પોલીસ મથકમાં યુવાને શા કારણે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ..? જાણવા માટે ક્લિક કરો

Published

on

એક વર્ષથી લિવ ઇનમાં રહેતી પ્રેમિકાએ યુવાન સાથે રહેવાની ના પાડતા થયો હતો નાસીપાસ

નવસારી : પ્રેમને પામવા માટે યુવાનો કોઈપણ હદ સુધી પહોંચી જાય છે. પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે, ત્યારે પોતાના જીવનનો અંત આણવાથી પણ અચકાતા નથી. આવું જ કંઈક બીલીમોરામાં બન્યું હતુ. જ્યાં બીલીમોરા પોલીસ મથકમાં, લીવ ઇનમાં રહેતી પ્રેમિકાએ ઘરે જવાની ના પાડતા જ પ્રેમી યુવાને પોલીસની સામે જ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર બાદ સ્થિતિ સુધારતા પોલીસે યુવાનની અટક કરી, તેની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રેમી સાથે કોઈક વાતે અણબનાવ થતા પ્રેમિકા પોતાની માતાના ઘરે રહેવા જતા, પ્રેમી યુવાને કરી હતી અરજી

મળતી માહિતી અનુસાર, નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામે વલ્લભનગરમાં રહેતા ભાવિન હળપતિ (22) ને તેનાથી એક વર્ષ મોટી તન્વી નાયકા (23) સાથે પ્રેમ થતા બંને એકબીજાની મરજીથી છેલ્લા એક વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા. પરંતુ થોડા વખતથી ભાવિન અને તન્વી વચ્ચે કોઈક વાતે અણબનાવ થતા તન્વીની માતા તેને પોતાની સાથે પોતાના ઘરે રહેવા લઈ ગઈ હતી. ભાવિને તન્વીને માનવવા છતાં, તન્વી પરત તેની સાથે તેના ઘરે આવતી ન હોવાથી, ભાવિને બીલીમોરા પોલીસ મથકમાં તન્વીને ફરી મેળવવા અરજી કરી હતી. જેથી બીલીમોરા પોલીસે ભાવિન હળપતિ અને તન્વી નાયકા બંનેને પોલીસ મથકે નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. જ્યાં ભાવિને તન્વીને ઘરે પરત ફરવાનું કહેતા, તન્વીએ ભાવિન સાથે રહેવાની જ ના પાડી દીધી હતી. જેથી નાસીપાસ થયેલા ભાવિને પોતાના ગજવામાં રાખેલી ઝેરી દવા કાઢી, પોલીસની સામે જ ગટગટાવી લીધી હતી. જેથી પોલીસે તાત્કાલિક ભાવિન હળપતિને બીલીમોરાની મેંગુશી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવિનની તબિયત સુધારતા પોલીસે તેને અટકમાં લઈ, તેની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version