Connect with us

ગુજરાત

GCAS પોર્ટલ ઉપરની ખામીઓમાં સુધારા કરવાની ABVP ની માંગ

Published

on

જિલ્લા કલેકટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ

નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ બનાવી, ગુજરાત કોમન એડમીશન સર્વિસ (GCAS) પોર્ટલ બનાવ્યુ છે, પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને સરકારની બ્યુરોકેસી દ્વારા સુધારવામાં આળસ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે નવસારી જિલ્લા ABVP દ્વારા 7 મુદ્દાઓના સુધારાની માંગ સાથે જિલ્લા કલેકટર મારફત રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

48 કલાકમાં હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવે, તો આંદોલનની ચીમકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) 75 વર્ષોથી વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે કાર્યરત છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયો અને તેના સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા બનાવવામાં આવી છે. જેમાં ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારે GUJARAT COMMON ADDMISSION SERVICE (GCAS) પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ સમસ્યાઓના સમાધાન માટે આજે નવસારી જિલ્લા ABVP ના કાર્યકર્તાઓ દ્વારા નવસારી જિલ્લા કલેકટરના ચીટનીસને આવેદનપત્ર આપી, રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 7 મુદ્દાઓ સુચવી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના પોર્ટલમાં સુધારા કરવાની માંગ કરી છે. સાથે જ જો 48 કલાકમાં સરકાર દ્વારા પોર્ટલમાં સુધારો ન કરવામાં આવશે, તો ABVP રસ્તા પર ઉતરી, ઉગ્ર આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ 7 મુદ્દાઓ દર્શાવી, પોર્ટલ ઉપર સુધારો કરવાની કરી માંગ

ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, તેમને માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ગ્રામ્ય વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીના અભાવને કારણે પ્રવેશથી વંચિત ન રહે, વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં એડમીશન મેળવે છે, એ બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકતો નથી અને તે પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. વિદ્યાર્થીએ પ્રવેશ રદ્દ કરવો હોય કે ફોર્મમાં રહેલ ભુલ સુધારી શકાતી નથી, GCAS દ્વારા લેવાતો ડેટા ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, એની માહિતી આપવામાં આવે, કોલેજના મેરીટ લીસ્ટ કયા માપદંડથી બને છે, એની કોઈપણ પ્રકારની માહિતી નથી. જેના કારણે પોર્ટલની પાર્દાશીતા ઉપર સવાલો ઉભા થાય છે, પોર્ટલ ઉપર કોઈ દસ્તાવેજની ચકાસણી શક્ય નથી, વિદ્યાર્થી જે જાતી દર્શાવે, એને જ માની લેવામાં આવે છે, જેથી પ્રવેશ આપવામાં ભુલ થઇ શકે છે, LLB લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઇ, જેને તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેટલાક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમેસ્ટરના પુન: ચકાસણી કે પુરક પરીક્ષાના પરિણામ બાકી છે, ત્યારે PG વિદ્યાર્થીઓ માટે અલગ પ્રવેશ પ્રક્રિયાની વ્યવસ્થા કરવામાં આવે અથવા પરિણામ જાહેર કરવામાં આવે, પોર્ટલ પર કઈ કોલેજમાં કેટલી બેઠકો છે, કેટલી બાકી છે, કટઓફ ક્યાં છે, ફી કેટલી છે અને આરક્ષિત બેઠકો કેટલી છે, એની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવી છે.

અપરાધ

ગણદેવીનાં ભાટ ગામે ફિશ લેન્ડીંગ સેન્ટર ખાતે મરીન ટાસ્ક ફોર્સની તપાસ

Published

on

By

દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગરૂપે મરીન કમાન્ડોની ટીમનું પેટ્રોલિંગ

નવસારી : નવસારીને 52 કિલોમીટરનો દરિયા કિનારો છે. ત્યારે દરિયામાંથી થતી ગેરકાયદેસર તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલને રોકવા માટે દરિયાની સુરક્ષા જરૂરી છે, જેને ધ્યાને રાખી મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો દ્વારા ગણદેવીના ભાટ ગામના ફીશ લેન્ડીંગ સેન્ટર આસપાસ સઘન તપાસ આરંભી હતી.

મરીન કમાન્ડો દ્વારા બોટ, વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ અવાવરૂ જગ્યાએ કરી તપાસ

નવસારી સહિત રાજ્યના દરિયા કિનારે આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ સાથે જ કિનારેથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવાનાં પ્રયાસ અંતર્ગત અધિક પોલીસ મહાનિર્દેશક, એ.ટી.એસ., કોસ્ટલ સિકયુરીટી અમદાવાદ, પોલીસ મહાનિરીક્ષક દરિયાઇ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ, ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા, સુરતના માર્ગદર્શન હેઠળ PI યુ.જે.પટેલ, PSI એ.જે.ગામિત અને તેમની મરીન કમાન્ડો ટીમ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે ફિશ લેન્ડીંગ સેન્ટર આસપાસ ફ્રુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યકિત, વાહનો, બોટ, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Continue Reading

અપરાધ

વાંસદાના રાણી ફળિયા ખાતેથી બોગસ લાયસન્સ બનાવનાર બેજાબાજ પકડાયો

Published

on

By

આરોપી મોબાઈલ એપ્લીકેશનની મદદથી બનાવતો બોગસ લાયસન્સ

નવસારી : નવસારીના વાંસદા તાલુકાના રાણી ફળિયા સ્થિત મહારાજા ગેસ્ટ હાઉસ સામે રોડ પરથી નવસારી SOG પોલીસે બાતમીને આધારે ચીખલીના યુવાનને નવસારી અને વ્યારા RTO ના બોગસ લાયસન્સ સાથે પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 59 બોગસ લાયસન્સ મળી આવ્યા હતા.

Picsart મોબાઈલ એપ્લિકેશનમાં બનાવતો હતો બોગસ લાયસન્સ

મળતી માહિતી અનુસાર, નવસારી SOG પોલીસના HC મયુર રઘુભાઈને બાતમી મળી હતી કે, ચીખલીનો જીગર ભીખુ પટેલ બોગસ લાયસન્સ બનાવે છે અને હાલ વાંસદામાં છે. જે બાતમીને આધારે SOG પોલીસની ટીમ વાંસદા પહોંચી હતી, જ્યાં રાણી ફળિયા ખાતે મહારાજા ગેસ્ટ હાઉસ સામે જાહેર રોડ પરથી જીગર પટેલને અટકાવી, તપાસ કરતા તેની પાસેની બેગમાં એક પ્લાસ્ટિકની કોથળીમાંથી ગોલ્ડન કલરની ચીપવાળા અને ચીપ વગરના તેમજ લર્નિંગ લાયસન્સ મળી કુલ 59 લાયસન્સ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની અટક કરી, વાંસદા પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં ASI મોહમદ ફૈઝલે મકબુલ હુસેને આદરેલી તપાસમાં આરોપી જીગર પટેલ ચીખલીના વેલણપુર ગામના નિશાળ ફળિયાનો રહેવાસી હોવાનું જણાયુ હતું. જેની પાસેથી મળેલા ગોલ્ડન ચીપવાળા અને ચીપ વગરના તેમજ લર્નિંગ લાયસન્સ વિષે નવસારી RTO કચેરીની મદદ લઇ તપાસ કરતા, ચીપ વગરના 32 લાયસન્સ પૈકી 20 લાયસન્સની ઓનલાઈન રેકર્ડ ઉપર માહિતી જ નથી. 7 લાયસન્સના નંબર RTO નવસારી અને RTO વ્યારા દ્વારા અન્ય લોકોને ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જયારે 3 લાયસન્સ અસ્સલ નંબરો વાળા હતા. જેથી પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી, તપાસ વધારતા જીગર Picsart મોબાઈલ એપ્લિકેશનમાં બોગસ લાયસન્સ બનાવતો હોવાનું જણાયું હતું. જીગર ગ્રાહકો પાસેથી વ્હોટ્સએપ ઉપર તેમના ડોક્યુમેન્ટ મંગાવતો અને બાદમાં ડોક્યુમેન્ટ અનુસાર નામ, સરનામાં સહિતની માહિતી Picsart એપમાં ઓરીજીનલ લાયસન્સનો ફોટો લઇ, તેમાં અપડેટ કરી દેતો હતો. સાથે જ પોતાની રીતે જ લાયસન્સની વેલીડીટી ડેટ પણ લખી લેતો હતો. ઓરીજીનલ લાયસન્સ જેવું જ અદ્દલ બોગસ લાયસન્સ બનાવી, તેને નવસારીના એરૂ સ્થિત પરફેક્ટ ઝેરોક્ષમાં જઈ PVC કાર્ડ પર પ્રિન્ટ કરાવી, ગ્રાહકને 4000 થી 4500 રૂપિયામાં વેચતો હતો. જેથી પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી, 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન અને 59 લાયસન્સ કબ્જે કર્યો હતો. જયારે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી, તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીને તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

ગુજરાત

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટે પોર્ટલ ફરી ખુલ્લું મુકાયુ

Published

on

સ્કોલરશીપ યોજનાના બાકી રહેલ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની અંતિમ તક

ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અમલી બનાવવામાં આવી છે. જેમાં વર્ષ 2025-26 માટેની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા, પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે http://gssyguj.in પોર્ટલ 15 જાન્યુઆરી, 2026 સુધી ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ ન થયો હોય, રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી

જે વિદ્યાર્થીઓએ ગત 12 એપ્રિલ, 2025 ના રોજ લેવામાં આવેલી પરીક્ષા આપી હોય, પ્રથમ કામચલાઉ (Provisional) મેરીટ યાદીમાં સમાવેશ થયો હોય, પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ ન થયો હોય તેમજ રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગની કામગીરી બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક મળશે. ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અંતર્ગત કુલ 25000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય છે, જેમાં ખાલી રહેલી બેઠકોમાં આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી http://gssyguj.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં પોર્ટલ ઉપર  ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્કોલરશીપ યોજના અંગેની અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.  

Continue Reading
Advertisement

Trending