અપરાધ

મરોલીમાં ચોરીના ગુનામાં જેલમાંથી જામીન પર છૂટી ફરાર થયેલો આરોપી સુરતથી ઝડપાયો

Published

on

નવસારી LCB પોલીસે ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી આરોપીને દબોચી લીધો

નવસારી : નવસારીના મરોલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયેલો મૂળ મધ્યપ્રદેશનો આરોપી નવસારી સબજેલમાંથી વર્ષ 2022 માં બે મહિનાના વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ નાસતો ફરતો હતો. જેને નવસારી LCB પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોને એક્ટિવ કરી સુરતના કપોદરાથી દબોચી, નવસારી સબજેલમાં સોંપવામાં આવ્યો હતો.

ચોરીના ગુનામાં આરોપી નવસારી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો

મળતી માહિતી અનુસાર, નવસારીના મરોલી પંથકમાં વર્ષ 2020 માં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના સિલદાર ચૌહાણે ચોરી કરી હતી. જેમાં મરોલી પોલીસે તપાસ બાદ આરોપી ચોર સિલદારની ધરપકડ કરી હતી. જેને કોર્ટના આદેશાનુસાર નવસારી સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને સિલદાર નવસારી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. દરમિયાન સિલદારને હાઈ કમિટીની ભલામણ અને કોર્ટના આદેશાનુસાર ગત 17 જાન્યુઆરી, 2022 થી બે મહિના માટે વચગાળાના જામીન મળ્યા હતા. જામીન પૂરા થતા ગત 17 માર્ચ, 2022 ના રોજ સિલદાર ચૌહાણે નવસારી સબજેલમાં હજાર થવાનું હતું. પરંતુ સિલદાર જેલમાં હાજર ન થઈને નાસતો ફરતો હતો.

નવસારી LCB ની ટીમે આરોપીને સુરત તેના ઘરેથી પકડ્યો

જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે LCB પેરોલ ફર્લો સ્કવોર્ડને જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલે આપેલ સૂચના બાદ કામે લાગેલી પોલીસે ટેકનિકલ સરવેલાન્સ અને બાતમીદારોને એક્ટિવ કરતા મારોલીમાં થયેલી ચોરીનો આરોપી અને નવસારી સબજેલનો કાચા કામનો ફરાર કેદી સિલદાર ચૌહાણ સુરતના કાપોદ્રા સ્થિત ભરવાડ ગલીમાં પ્રતાપના ભાડાના મકાનમાં હોવાની બાતમી મળતા જ PSI આર. એસ. ગોહિલની આગેવાનીમાં એક ટીમ સુરત ખાતે મોકલી ફરાર કેદી સિલદાર ચૌહાણને દબોચી, તેની ધરપકડ કરી હતી. સાથે જ તેને નવસારી લાવી, નવસારી સબજેલના હવાલે કર્યો હતો.

Click to comment

Trending

Exit mobile version