દક્ષિણ-ગુજરાત

નવસારીમાં ભુવાની પરંપરા યથાવત, રેલ્વે સ્ટેશન નજીક પડ્યો મોટો ભુવો

Published

on

ભુવો પડતા રસ્તો બંધ કરાયો, પાલિકાએ શરૂ કરી કામગીરી

નવસારી : નવસારી શહેરમાં ચોમાસામાં ભુવા પડવાની પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે. ગત વર્ષોમાં નવસારી રેલ્વે સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં ભુવા પડતા પાલિકાએ લાખો ખર્ચ કર્યા હતા. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ પૂર્વ વિસ્તારમાં રેલ્વે રિઝર્વેશન સેન્ટરની બહાર મસમોટો ભુવો પડતા રસ્તો બંધ કરવાની નોબત આવી છે. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ભુવામાં રીક્ષા પડતા બચી, નાનો અમસ્તો ભુવો સેકન્ડોમાં મોટો થયો

નવસારી ગાયકવાડી રાજનું શહેર છે અને શહેરના વિકાસ સાથે રસ્તાઓ પહોળા કરવામાં પાલિકા ઉણી ઉતરી છે. જોકે ચોમાસામાં પડતા ખાડાઓ પુરવામાં પણ પાલિકા રીકાર્પેટિંગ કરી રસ્તાઓના વ્યવસ્થિત મજબૂતીકરણથી બચતી આવી છે. જેના કારણે દર વર્ષે ચોમાસામાં નવસારી ખાડા નગરી બની જાય છે. જેમાં પણ છેલ્લા થોડા વર્ષોમાં નવસારીના પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશનથી બંદર રોડ સુધીના માર્ગ પર મસ મોટા ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ પાલિકા પાલિકાએ લાખો રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારે ભુવા પડવાની પરંપરા આ વર્ષે પણ જળવાય છે. આજે નવસારી રેલ્વે સ્ટેશનની નજીક આવેલા રેલ્વે રિઝર્વેશન કાઉન્ટરની બહાર ઉભેલી રીક્ષા પાસે નાનો ભુવો પડ્યો, જેથી સમય સૂચકતા વાપરી રીક્ષા ચાલકે રીક્ષાને ખસેડી લીધી હતી. રીક્ષા ખસતા જ સેકન્ડોમાં રસ્તો ધસી પડ્યો અને નાનો અમસ્તો ભુવો અંદાજે 5 ફૂટ મોટો થઈ ગયો હતો. ઘટનાની જાણ નવસારી વિજલપોર પાલિકાને થતા પાલિકા તંત્રના અધિકારીઓ દોડતા રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને ભુવાને પુરવા માટેની વ્યવસ્થામાં મંડી પડ્યા હતા.

દર વર્ષે પડતા ભુવા પાછળ લાખોનો ખર્ચ

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ચોમાસા બાદ રીકાર્પેટિંગ અને શહેરના અનેક વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે રસ્તાની ગુણવત્તા જળવાતી ન હોવાથી નવા રસ્તા પણ ખાડામાં પરિણમે છે. બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ગત વર્ષોમાં મોટા ભુવા પડ્યા હતા. જેમાં ભુવો પડવાની ઘટના પૂર્વ વિસ્તારમાં ખસી છે અને સાંકડા રસ્તા પર ભુવો પડતા લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્યારે પાણી પુરવઠા વિભાગમાં થયેલા કૌભાંડ બાદ નવસારીવાસીઓમાં પાલિકામાં પણ આ જ રીતે કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં ભ્રષ્ટાચાર થતો હશે એવી ચર્ચા ઉઠવા પામી છે.

Click to comment

Trending

Exit mobile version