અપરાધ

વાંસદાથી 7.26 લાખના વિદેશી દારૂ સાથે પીકઅપ ચાલકની ધરપકડ

Published

on

દારૂ ભરાવનાર અને મંગાવનાર મળી ત્રણને વોન્ટેડ જાહેર કરાયા

નવસારી : નવસારીના વાંસદા વઘઈ માર્ગ પરથી LCB પોલીસે બાતમીને આધારે 7.26 લાખના વિદેશી દારૂ સાથે પીકઅપ ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર દમણ અને વલસાડના બુટલેગર સહિત દારૂ મંગાવનાર બારડોલીના બુટલેગરને પણ પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.

પોલીસે કુલ 12.31 લાખનો મુદ્દામાલ કર્યો કબજે

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના આંતરિક માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે નવસારી LCB પોલીસની ટીમ વાંસદા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC લાલુસિંહ ભરતસિંહ અને PC દિગ્વિજયસિંહ રવજીભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક પીકઅપ વાનમાં વિદેશી દારૂનો જથ્થો વાંસદાથી વઘઈ તરફ જઈ રહ્યો છે, જેને આધારે પોલીસે વાંસદા-વઘઈ માર્ગ ઉપર ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી પીકઅપ વાન આવતા પોલીસે તેને અટકાવી હતી. પીકઅપની તપાસમાં એસિડ અને ફિનાઈલની બાટલીઓ પાછળ છુપાવેલ 7.26 લાખ રૂપિયાની વિસ્કી અને બિયરની કુલ 4,560 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે પીકઅપ ચાલક અને વલસાડના પારડી તાલુકાના આમલી ગામે રહેતા વિવેક ઉર્ફે લાલુ પટેલની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો દમણના જુગલકિશોર અને આમલી ગામના સાહિલ પટેલે ભરાવી આપ્યો હતો. જ્યારે બારડોલીના બુટલેગર સતીશ ઉર્ફે લાલુ રાઠોડે મંગાવ્યો હતો. જેથી પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખ રૂપિયાની પીકઅપ વાન, 5000 રૂપિયાનો એક મોબાઇલ મળી કુલ 12.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દે વાંસદા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version