દક્ષિણ-ગુજરાત

કોંગી નેતા રાહુલ ગાંધીને ધમકી આપનારા NDA ના નેતાઓ સામે FIR નોંધવાની માંગ

Published

on

નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી

નવસારી : કોંગ્રેસી નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપનારા NDA ના નેતાઓ સામે FIR નોંધવાની માંગણી સાથે આજે નવસારી જિલ્લા (District Congress) કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપવમાં આવી હતી.

નફરત ફેલાવતી ટીપ્પણીઓ કરનારા સામે BNS 2023 હેઠળ ગુનો નોંધવાની માંગ

કોંગ્રેસના કદ્દાવર નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા ધમકી ભર્યા ભાષણ કે નિવેદનો આપવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ (District Congress) દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં ભાજપી નેતા તરવિંદરસિંહ મારવાહએ 11 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી (Rahul Gandhi) નો હાલ તેમની દાદી જેવો કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી હોવાના, મહારાષ્ટ્રમાં ભાજપી સહયોગી દળના નેતા અને ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની જીભ કાપનારાને 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યાના તેમજ રેલ્વે રાજ્ય મંત્રી (Railway State Minster) રવનીત બીટ્ટુએ અને ભાજપી નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે નંબર 1 આંતકવાદી (Terrorist) કહ્યાના આક્ષેપો સાથે NDA ના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને જાનથી મારી નાખવા કે શારીરિક હાની પહોંચાડવાની ધમકીઓ આપી છે. જેથી આ પ્રકારની ટીપ્પણીનો કરનારાઓ સામે BNS 2023 અંતર્ગત આવતી જોગવાઈઓ હેઠળ કોઇપણ વિલંબ વિના FIR નોંધવામાં આવે એવી જિલ્લા કોંગ્રેસ (District Congress) દ્વારા માંગ કરવામાં આવી છે. જો ફરિયાદ ન નોંધવામાં આવે તો ભવિષ્યમાં ગાંધીનગર (Gandhingar) અને દિલ્હી (Delhi) માં દેખાવો કરવા સાથે ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

Click to comment

Trending

Exit mobile version