ચુંટણી

વાંસદા કોંગ્રેસને ફરી ઝટકો, વાસકુઈ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

Published

on

ધારાસભ્ય નરેશ પટેલે 17 કોંગ્રેસી કાર્યકરોને ભગવો પહેરાવી આવકાર્યા

નવસારી : નવસારીના વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં રાજકારણમાં ઠંડીમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને ભાજપે ફરી ઝટકો આપ્યો છે, આજે વાસકુઈ ગામે આયોજિત ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ભગવો ધારણ કરી, કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં 40 થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીને લઈ રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. ખાસ કરીને વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા જેવી ટક્કર જોવા મળી છે, જેમાં કાર્યકરોએ પક્ષ પલટા પણ કર્યા છે. કંડોલપાડા બેઠક અંતર્ગત આવતા ગામડાઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને ચુંટણી સભાઓ કરી રહ્યા છે. જેમાં ભાજપની સભામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડી ભગવા રંગે રંગાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ લીંબારપાડાન 30 કોંગ્રેસી કાર્યકરોએ વલસાડના સાંસદ ધવલ પટેલને હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે વાસકુઈ ગામમાં ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય નરેશ પટેલે કોંગી કાર્યકરોને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version