અપરાધ

બીલીમોરાના વાડિયા શિપયાર્ડમાં લાગી ભીષણ આગ, બે હોળી રાખ

Published

on

બીલીમોરા ફાયરની ટીમે અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો

નવસારી : બીલીમોરા શહેરના અંબિકા નદી કિનારે આવેલા વાડિયા શિપયાર્ડમાં આજે સવારે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં વિકરાળ બનેલી આગમાં નિર્માણાધિન બે હોળી આગમાં આવી જતા બળીને રાખ થઈ હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલા બીલીમોરા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.વે

વેલ્ડિંગનું કામ ચાલી રહ્યુ હતું, જેનો તણખો ઉડતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

નવસારીનું બીલીમોરા શહેરના બીલી નાકા નજીક અંબિકા નદીને કિનારે આવેલા વાડિયા શિપ યાર્ડમાં આજે સવારે હોળી બનાવવાનું કામ ચાલી રહ્યુ હતુ. જમીન ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન અચાનક માચડે ચઢાવેલી હોળી સળગવા માંડી હતી. લાકડું હોવાને કારણે અને હોળીમાં અન્ય મશીનરી હોવાથી આગે થોડી જ મિનિટોમાં રૌદ્ર રૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા ઉંચે સુધી ઉઠ્યા હતા. આગ વધવાથી તરત જ બીલીમોરા ફાયર બ્રિગેડ અને બીલીમોરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આગનો કોલ મળતા જ બીલીમોરા ફાયરના જવાનો બે ફાયર ફાઇટરો લઇને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તાત્કાલિક આગ ઉપર પાણીનો મારો ચલાવી અડધો કલાકમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પરંતુ આગની વિકરાળતાને કારણે નિર્માણાધિન બંને હોળીઓ બળીને રાખ થઈ હતી. બીલીમોરા પોલીસે પણ સતત સ્થિતિ ઉપર નજર રાખી, સ્થાનિકોને આગથી દૂર રાખ્યા હતા. જોકે આગમાં શિપ યાર્ડને અંદાજે 75 હજારથી વધુનું નુકશાન આંકવામાં આવ્યુ છે.

 

 

Click to comment

Trending

Exit mobile version