અપરાધ

વાંસદાના અંકલાછ ગામેથી 10.03 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

Published

on

નવસારી LCB પોલીસે સુરેન્દ્રનગરના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારી જિલ્લામાં આંતરિક અને હાઈવે માર્ગ પરથી રોજના લાખોનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. જેમાં વલસાડના ધરમપુરથી વાંસદા તરફના આંતરિક માર્ગ પરથી આવતા વિદેશી દારૂ ભરેલા ટ્રકને નવસારી LCB પોલીસે અંકલાછ ગામે અટકાવી, તેમાંથી 10.03 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે ઘટના સ્થળેથી 20.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ વલસાડ, ડાંગ જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ વિસ્તારમાં આવેલ આંતરિક માર્ગો પરથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ નવસારી તેમજ અહીંથી આગળના જિલ્લાઓમાં પહોંચાડવામાં આવે છે. પરંતુ બુટલેગરોના અવનવા કિમિયાઓને નવસારી જિલ્લા પોલીસ પણ નાકામ કરવામાં મથતી રહે છે. આજે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ જિલ્લાના વાંસદા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે HC ગણેશ દિનુ અને HC અયાઝ મતરફને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વલસાડના ધરમપુરથી વાંસદા તરફ વિદેશી દારૂ ભરેલ એક ટ્રક આવી રહ્યો છે. જેથી પોલીસે વાંસદા ધરમપુર માર્ગ ઉપર અંકલાછ ગામના બસ સ્ટોપ પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા ટ્રકમાં 10,03,728 રૂપિયાના વ્હિસ્કી, બિયર અને વોડકાના 177 પૂઠાના બોક્ષમાં 4,622 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા ભીખા માનસંગ માથાસુળીયા (35) ની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સુરેદ્રનગર જિલ્લાના હરેશ માનસંગ માથાસુળીયાએ ભરાવ્યો હતો અને સુરેન્દ્રનગરના જ સખપર ગામના મગન કોળીએ મંગાવ્યો હતો. જેથી પોલીસે હરેશ અને મગન બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટ્રક અને 500 રૂપિયાના મોબાઈલ ફોન મળીને કુલ 20.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, વાંસદા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version