અપરાધ

દારૂની હેરાફેરીના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી પકડાયો

Published

on

નવસારી LCB પોલીસે જૂનાથાણાથી દબોચ્યો

નવસારી : ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના 1 વર્ષથી ફરાર આરોપીને નવસારી LCB પોલીસે નવસારીના જૂનાથાણા પાસેથી પકડી પાડ્યો હતો.

આરોપીની ધરપકડ કરી, ચીખલી પોલીસને સોંપ્યો

મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે પ્રયાસરત હતી. જેમાં નવસારીના ચીખલી પોલીસ મથકમાં વર્ષ 2024 માં નોંધાયેલા વિદેશી દારૂની ફેરાફેરીમાં છેલ્લા એક વર્ષથી પોલીસને હાથ તાળી આપતો અને ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના અલીગંજ ગામમાં રહેતો આરોપી આશિષ કશ્યપ નવસારી આવ્યો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે પોતાના બાતમીદારો એક્ટિવ કરી, ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પોલીસને સફળતા મળી અને PC અર્જુન પ્રભાકર અને PC નિલેશ રતિલાલને સંયુક્ત બાતમી મળી હતી કે આરોપી આશિષ નવસારીના જૂનાથાણા પાસે આવનાર છે, જેથી પોલીસે ફિલ્ડિંગ ગોઠવી 37 વર્ષીય આરોપી આશિષ સંતોષકુમાર કશ્યપ જૂનાથાણા આવતા જ તેને દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછમાં તેણે દારૂની હેરાફેરીમાં વોન્ટેડ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી, વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version