ગુજરાત

વાંસદા વાવાઝોડુ : સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી!

Published

on

સીણધઈના અસરગ્રસ્તોને એક અઠવાડિયામાં 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેન્ક ખાતામાં ચૂકવાઈ

નવસારી : ​નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત 27 સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને સીણધઈ ગામના ત્રણ ફળિયામાં 160 થી વધુ મકાનોને મોટું નુકસાન થતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે સાંસદ ધવલ પટેલની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત સરકારે અઠવાડિયામાં જ કુલ 30.86 લાખ રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

​તાત્કાલિક પગલાં અને સહાયનો ધોધ

વાંસદા તાલુકાના સીણધઈ ગામમ કુદરતી આફતની જાણ થતાં જ ભાજપના આગેવાનો, કાર્યકરો, અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો તુરંત સીણધઈ ગામે પહોંચી હતી. જેમના દ્વારા રસ્તા પર પડેલા ઝાડવાઓ અને વીજ થાંભલાઓને તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા અને અસરગ્રસ્તોને પ્રાથમિક રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા હતા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતે સ્થળ પર પહોંચી 700 પતરાં અને જીવન જરૂરિયાતની કીટ અસરગ્રસ્તોને પહોંચાડી હતી. આ સાથે તેમણે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તે માટે ગુજરાત સરકાર સમક્ષ મકાનો, કૃષિ અને પશુપાલન મુદ્દે રજૂઆત કરી હતી. જેને ગુજરાત સરકારે ​ધ્યાને લઈ ગુજરાત સરકારે ઝડપી કાર્યવાહી કરી, વાવાઝોડાના એક જ અઠવાડિયામાં વાંસદાના સીણધઈ ગામના અસરગ્રસ્તોને કુલ 30.86 લાખ રૂપિયાની માતબર સહાયની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઝડપી અને સીધી સહાય બદલ અસરગ્રસ્તોએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. ​આ ઉપરાંત, કૃષિ અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવાશે.

​આપત્તિમાં રાજકારણ?

​બીજી તરફ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મુદ્દે કરાયેલા આંદોલનને ભાજપના આગેવાનોએ વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયે રાજકીય અવસર શોધવાને બદલે વિપક્ષે આદિવાસી સમાજની પડખે ઊભા રહેવું જોઈએ અને સાંસદ ધવલ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવું જોઈએ. ​સમગ્ર ઘટનાક્રમમાં, સરકારી તંત્ર અને સાંસદ ધવલ પટેલના ત્વરિત પગલાંથી વાંસદાના અસરગ્રસ્તોને સમયસર મોટી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version