અપરાધ

ઢોલુંબરથી 2.54 લાખનો વિદેશી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની ધરપકડ

Published

on

પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારીનાં ખાનપુરથી તોરણવેરા માર્ગ પર ઢોલુંબર ગામ નજીકથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 2.54 લાખનો વિદેશી દારૂ ભરેલ પીકઅપ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે સેલવાસથી દારૂ ભરાવનાર અને મંગાવનાર મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 7.64 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નવસારીના ચીખલી તેમજ વાંસદા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. જાડેજાને બાતમી મળી હતી કે, વાંસદાનાં ખાનપુરથી ચીખલીના તોરણવેરા ગામ તરફના માર્ગ પરથી એક દારૂ ભરેલ પીકઅપ પસાર થનાર છે. જેને આધારે પોલીસે ચીખલીના ઢોલુંબર ગામ નજીક પુનિયાબારી ફળિયા પાસે નાકાબંધી કરી, બાતમીવાળા પીકઅપ માટે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો પીકઅપ આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા, તેમાંથી 2,54,4૦૦ રૂપિયાની બીયરના ટીન અને કાચની બોટલો મળી કુલ 960 બીયર બોટલો મળી આવી હતી. જેથી પોલીસે પીકઅપ ચાલક અને ચીખલી તાલુકાના પાણીખડક ગામે હનુમાન ફળિયામાં રહેતા 29 વર્ષીય આશિષ પ્રભુ રાવતની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસના રાંધા ખાતેથી અરૂણ બાબુલાલ ફડવલે ભરાવી આપ્યો હતો. જેને વાંસદાના રંગપુરના બુટલેગર વિપુલ પટેલ અને તાપી જિલ્લાના ડોલવણ ગામના ચુનાવાડીના બુટલેગર નાનુભાઈને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે અરૂણ, વિપુલ અને નાનુંને વોન્ટેડ જાહેર કરી, ચીખલી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version