અપરાધ

પોસ્કોના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ભાગતો ફરતો આરોપી બાયડથી પકડાયો

Published

on

આરોપી જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ હતો ફરાર

નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોસ્કોના ગુનામાં છેલ્લા 12 વર્ષોથી વચગાળાના જામીન પર છૂટીને ભાગતા ફરતા આરોપીને નવસારી LCB પોલીસે બાતમીને આધારે અમરેલીના બાયડથી દબોચી, નવસારી લાવી જેલ હવાલે કર્યો હતો.

નવસારી કોર્ટે ફરાર આરોપીને પકડવા ધરપકડ વોરંટ કર્યું હતું જાહેર

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લા પોલીસને કોર્ટ દ્વારા વચગાળાના જામીન લઇ ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા આદેશ કર્યો હતો. જેને ધ્યાને લઇ નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કમર કસી હતી.

આરોપી મુકેશ મેડાએ, મિત્ર સાથે 15 વર્ષની સગીરાનું અપહરણ કરી, આચર્યુ હતું દુષ્કર્મ

નવસારી ગ્રામ્ય પોલીસમાં વર્ષ 2013 માં નોંધાયેલા પોસ્કોના ગુનાનો આરોપી અને મધ્યપ્રદેશના ઝાંબુઆ જિલ્લાના રેહેન્ડા ગામનો મુકેશ કેક્ડીયા મેડાએ પોતાના સાથી પપ્પુ વાસુનિયા સાથે એક 15 વર્ષની સગીરાનું અપહરણ કરી, તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેમાં પપ્પુ અને મુકેશ બંને  વચગાળાના જામીન મેળવ્યા બાદ કોર્ટમાં હાજર થયા ન હતા. જેથી કોર્ટે બંનેને પકડી પાડવા કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યા હતા. જેમાં થોડા દિવસ અગાઉ નવસારી LCB પોલીસે પપ્પુ વાસુનિયાને મધ્યપ્રદેશ તેના ઘરેથી પકડી પડ્યો હતો. જેની પૂછપરછમાં પોલીસે મુકેશનું પગેરૂ શોધવાના પ્રયાસો કર્યા હતા.

LCB પોલીસે 5 દિવસોમાં 5 જિલ્લાઓમાં શોધ્યો, મળ્યો છટ્ઠા જિલ્લામાંથી

નવસારી LCB પોલીસની ટોળકીએ ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી, મુકેશ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પ્રથમ દાહોદ, બાદમાં વડોદરા, અમદવાદ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા એમ 5 જિલ્લાઓ 5 દિવસમાં ફર્યા છતાં મુકેશ હાથ લાગ્યો ન હતો. અંતે બાતમી મળી કે મુકેશ મેડા અમરેલી જિલ્લાના બાયડ ખાતે છે. જેથી પોલીસે બાયડ પહોંચી આરોપી મુકેશ મેડાને દબોચી લીધો હતો. જેની ધરપકડ કરી, નવસારી લાવી કોર્ટમાં હાજર કરતા, કોર્ટે મુકેશને જેલમાં મોકલી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version