અપરાધ

નવસારી રેલવે સ્ટેશન નજીક નશાના કારોબાર પર તવાઈ : 12.12 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

Published

on

નવસારી ટાઉન પોલીસે કુલ 79 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી નવસારી ટાઉન પોલીસે ચોક્કસ બાતમીના આધારે 26 વર્ષીય યુવકને 12.12 ગ્રામ ગાંજા સહિત કુલ 87 હજારથી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે વોચ અને કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. ભરવાડ અને તેમની ટીમે નવસારી રેલવે સ્ટેશનની સામે, જૂની નવયુગ ગેસ્ટ હાઉસ બિલ્ડિંગ નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હિલચાલને આધારે ત્યાંથી પસાર થતા યુવાનને અટકાવી તપાસ કરતા, આરોપીની ઓળખ નવસારી શહેરના ઘેલકડી વિસ્તારમાં આવેલ સંજયનગર ખાતે રહેતા 26 વર્ષીય પ્રેમ દીપક પટેલ તરીકે થઈ હતી. તેની પાસેથી 606 રૂપિયા કિંમતનો 12.12 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો તથા 86 હજાર 790 રૂપિયાનો અન્ય સમાન મળી કુલ 87 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પ્રેમ આ જથ્થો ક્યાંથી લાવ્યો અને તેનો હેતુ શું હતો, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

નશામુક્ત શહેર તરફ વધુ એક કદમ

શહેરના વ્યસ્ત રેલવે સ્ટેશન વિસ્તાર નજીકથી નશીલા પદાર્થ અને મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ થતાં સ્થાનિક સ્તરે નશાના નેટવર્ક સામે પોલીસની સક્રિયતા સ્પષ્ટ થઈ છે. આગામી દિવસોમાં આ મામલે વધુ વિગતો અને સંભવિત કડીઓ સામે આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version