Connect with us

કૃષિ

નવસારીના કુકેરી ગામે ધીમે પગલે આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો

Published

on

દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં થયો કેદ

નવસારી : નવસારી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે કૉર્પોરેટ ઓફિસના ઓટલે સુતેલા શ્વાનને ધીમે પગલે આવેલા દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થવા સાથે વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ચીખલી વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ તરફના ગામડાઓ અને તાલુકાઓમાં દીપડાઓની સંખ્યા વધી છે અને દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે આવીને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી જતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાના કુકેરી ગામે સરકારી શાળાની પાછળ આવેલ કોર્પોરેટ ઓફિસના ઓટલે શ્વાન સૂતો હતો. દરમિયાન રાતે 12 વાગ્યા આસપાસ એક કદ્દાવર દીપડો ધીમે પગલે શ્વાનની નજીક આવ્યો અને તેને ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવીને લઈ ગયો હતો. થોડી જ સેકંડોમાં દીપડાએ કરેલ શ્વાનનો શિકાર CCTV કેમેરામાં કેદ થયા હતા. જે CCTV ફૂટેજ ગામમાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કુકેરી તેમજ આસપાસના ગામડાઓમાં અગાઉ પણ દિપડા આંટાફેરા મારતા જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના શિકાર પણ થયા છે. જોકે હવે ગ્રામીણોએ દિપડા સાથે રહેવાનું શીખવા પડશે.

કૃષિ

ગણદેવીના વલોટી ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો

Published

on

By

વન વિભાગે ગોઠવેલા પાંજરામાં શિકારની લાલચે માદા દીપડો ફસાયો

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના વલોટી ગામના કાઢણીયા વિસ્તારમાંથી આજે વહેલી સવારે એક કદ્દાવર માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ, તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં હતો ભયનો માહોલ

નવસારી જિલ્લામાં શેરડીની કાપણી શરૂ થતા દીપડા દેખાવની ઘટના સામાન્ય બની રહી છે. જિલ્લામાં થોડા દિવસોના આંતરે દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર સામાન્ય થયા છે. ત્યારે આજે મળસ્કે નવસારીના ગણદેવી તાલુકાના વલોટી ગામના કાઢણીયા વિસ્તારમાંથી એક કદ્દાવર માદા દીપડો પાંજરે પુરાયો હતો. વલોટી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ગ્રામજનોએ ગણદેવી વન વિભાગને જાણ કરતા ગામના કાઢણીયા વિસ્તારમાં મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક માદા દીપડો ફસાયો હતો. દીપડાની દહાડ સાંભળી ગ્રામજનો પાંજરા પાસે ભેગા થતા, પાંજરામાં દીપડો જણાયો હતો. વન વિભાગને દીપડો પાંજરે પુરાયાની જાણ થતા પાંજરા સાથે દીપડાનો કબ્જો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સાથે જ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ દીપડાને જંગલમાં છોડવાની તૈયારી કરાશે. ઉલ્લેખનિય છે કે, માદા દીપડો પકડાતા વિસ્તારમાં અન્ય દીપડા હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી છે.

Continue Reading

કૃષિ

નવસારીના વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર આપશે સહાય

Published

on

By

સાંસદ ધવલ પટેલની રજૂઆતોને પગલે અઠવાડિયામાં જ સહાય મળતા, સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત અઠવાડિયે ત્રાટકેલા તોફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત 32 ગામડાઓના લોકોને વલસાડના સંસદ ધવલ પટેલે સ્નવેદના સાથે પ્રથમ દિવસથી જ મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને વહેલામાં વહેલી ગુજરાત સરકાર પણ સહાય આપે એવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ત્વરિત સહાય આપવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચશે. જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાવાઝોડામાં નવસારીના બે તાલુકાના 32 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત

અઠવાડિયા અગાઉ નવસારીમાં ​આવેલા ભયાનક વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના કુલ 32 ગામડાઓને ગંભીર અસર થઈ હતી. જેમાં ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામે થોડી મિનીટોમાં જ વાવાઝોડાએ તબાહી ફેલાવી હતી. વાવાઝોડામાં બંને ગામો સહિત જિલ્લાના 32 ગામડાઓમાં અંદાજે 3.5 હજાર મકાનોના પતરા ઉડ્યા હતા અને કેટલાક મકાનોની દીવાલો અથવા આખેઆખા મકાન જ ધરાશાયી થતા લોકોને ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે.

સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસથી જ ભાજપી કાર્યકરોની સાથે મહેકાવી સેવાની સુવાસ

વાવાઝોડાની ખબર મળતા જ વલસાડના સંસદ ધવલ પટેલ એક્ટિવ થયા હતા અને એમના મત વિસ્તાર વાંસદા વિધાનસભા ક્ષેત્રના ગામોને મદદ પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો હતો. ખાસ કરીને વાંસદાના ભાજપી આગેવાનો અને કાર્યક્રેઓની મદદથી સીણધઈ ગામના વધુ પ્રભાવિત ત્રણ ફળિયાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તેમજ પતરા ખુદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પહોંચાડ્યા હતા. સાથે જ ​સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સંપૂર્ણ સર્વે થાય અને ખેતીના નુકશાનનું પણ યોગ્ય સર્વે કરવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર ત્વરિત સહાય પહોંચાડે એવી વિનંતી કરી હતી. સંસદ ધવલ પટેલના પત્રને સરકારે ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લાના વાવાઝોડાના અસરગ્રસ્તોને અઠવાડિયામાં જ સહાય પહોંચાડવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે તેમને સહાય પહોંચશે. ત્યારે સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે આવકાર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ સાંસદ ધવલ પટેલે આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને મદદરૂપ થવા બદલ જિલ્લા સંગઠન તેમજ ખાસ કરીને વાંસદાના કાર્યકર્તાઓની મહેનત અને સેવા ભાવનાનો પણ વિશેષ આભાર માન્યો હતો.

સંકટના સમયે સરકારે સહાય પહોંચાડી પ્રજાલક્ષી સરકારનું આપ્યું ઉદાહરણ

વાવાઝોડાને​ કારણે જ્યારે લોકોના ઘર અને રોજી સમાન ખેતીમાં થયેલા નુકશાનની વેદના સાંભળી ગુજરાત સરકારે આટલા ટૂંકા ગાળામાં રાહત અને સહાય પહોંચાડીને સંકટ સમયે પ્રજાની પડખે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Continue Reading

કૃષિ

નવસારીના સાતેમ ગામેથી અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો

Published

on

By

દીપડો પાંજરે પુરાતો ગ્રામજનોને થઈ રાહત

નવસારી: છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લાના સાતેમ ગામમાં દીપડાના આંટાફેરાની જાણ થતા નવસારી વન વિભાગની ટીમે ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક અઢી વર્ષનો માદા દીપડો પુરાતા, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાતેમ ગામના બંધાર ફળિયામાં ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો

નવસારી તાલુકાના સાતેમ ગામના બંધાર ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી જતા ગ્રામજનોએ તાત્કાલિક નવસારી વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆત મળતા જ વન વિભાગની ટીમે સત્વરે કાર્યવાહી કરી ગામના બંધાર ફળિયામાં ચેતનભાઈના ઘરની પાછળના વાડામાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો એક અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો.

દીપડાને તબીબી સારવાર બાદ જંગલમાં છોડાશે

સાતેમ ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનો કબ્જો લીધો હતો. વન વિભાગની તપાસમાં પકડાયેલો દીપડો માદા અને અઢી વર્ષનો હોવાનું જણાયું હતું. પકડાયેલા માદા દીપડાની તબીબી તપાસ કરાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે.

Continue Reading
Advertisement

Trending