Connect with us

ટેક

વલસાડ જિલ્લાને ધ ગવર્નન્સ નાવ ડીજીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ એનાયત

Published

on

જિલ્લામાં આપદા પ્રબંધનમાં ટેકનોલોજીના ઉપયોગને ધ્યાને લઇને રાષ્ટ્રીય કક્ષના એવોર્ડ મળ્યો

વલસાડ : વલસાડ જિલ્લામાં હવામાનની સમય પર તથા સચોટ માહિતી મળી રહે એ હેતૂથી જિલ્લા કલેક્ટર ધ્વારા ટેકનોલોજીના ઉપયોગ વડે ઇ-મેઘ પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો હતો. આ યુનિક પ્રોજેક્ટને ભારત સરકાર ધ્વારા ધ્યાને લઇ વર્ષ 2019 નો ધ ગવર્નન્સ નાવ ડીજીટલ ટ્રાન્સફર્મેશન અવોર્ડથી સન્માનવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે ધ યુઝ ઓફ આઇટી ઇન ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ’ કેટેગરી હેઠળ દિલ્‍હી ખાતે ઉપરોક્ત રાષ્ટ્રીય એવોર્ડ રાજ્‍યસભાના સાંસદ સુરેશ પ્રભુના હસ્‍તે સ્વિકાર્યો હતો. આ સમારોહમાં અધિકારી ગ્રૂપના એમ.ડી. કૈલાશનાથ, ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ પબ્‍લિક એડમીનીસ્‍ટ્રેશનના નિયામક એસ.એન.ત્રિપાઠી, ગવર્નિંગ કાઉન્‍સીલ સી.આર.આઇ.એસ. તથા રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે શીપિંગ મંત્રાલયની આઇ.ટી. ટાસ્‍કફોર્સ સમિતિના સભ્‍ય વિનિત ગોએન્‍કા ઉપસ્‍થિત રહ્યા હતા.

 દેશભરમાંથી ૩૦૦ જેટલી અરજીઓ નોમીનેશન કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાને ધ યુઝ ઓફ આઇટી ઇન ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કેટગરી હેઠળ ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) પ્રોજેકટ થકી નદીનું લેવલ કેટલું છે, તેની અસર વલસાડ શહેર  અને નીચાણવાળા વિસ્‍તારમાં કેટલી થશે, આ તમામ માહિતી કમ્‍પ્‍યુટર ઉપર રેકોર્ડ કરી શકાય છે.  આ સિસ્‍ટમ રિઅલ ટાઇમ ડેટા  અને ઓટોમેટીક  કોલ્‍સ અને એસએમએસ  જનરેટ કરે  છે.

વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે એવોર્ડ માટે ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે, વલસાડ જિલ્લાની ભૌગોતિક પરિસ્થિતિ અલગ છે. ખાસ કરીને જિલ્લાની નદી પર ડેમ નથી અને પર્વતીય વિસ્‍તારો છે. એવી નદી પર તથા નીચાણવાળા વિસ્‍તારોમાં લોકોને સાવચેત રહેવા ઇ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્‍ટમ) ઉપયોગી નીવડી શકે  છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં આવતા પુર સંદર્ભે અગાઉના વર્ષના ડેટા એકત્ર કરવામાં આવ્‍યા છે. તાન અને માન નદી જ્‍યાં ભેગી થાય છે, ત્‍યાં ભૈરવી ખાતે ઔરંગા નદી પર અલ્‍ટ્રા સાઉન્‍ડ કેમેરા સીસ્‍ટમ ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં વધારે પાણી આવવાના સમયે અર્લી વોર્નિંગ સીસ્‍ટમનો ઉપયોગ કરી વલસાડ શહેર તથા નીચાણવાળા વિસ્‍તારોમાં પૂર જેવી પરિસ્‍થિતિમાં અગમચેતી આપી સાવચેત કરાયા હતા. જેના થકી માનવ મૃત્‍યુ અને જાનમાલના નુકશાનને બચાવી શકાયા છે.

રાજકારણ

ભારતના પ્રથમ AI સજ્જ હાઈટેક નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ નું PM નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

Published

on

By

40 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યુ છે આધુનિક નમો કમલમ

નવસારી : દેશના રાજકીય ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષના જિલ્લા કક્ષાના કાર્યાલયનું લોકાર્પણ પ્રાદેશિક નેતાઓના હસ્તે થતું હોય છે, પરંતુ પ્રથમ વખત દેશના વડાપ્રધાન પોતે એક જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવા નવસારીના આંગણે આવી રહ્યા છે. આગામી 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીમાંથી પસાર થતા હાઇવે નજીક આકાર પામેલા દેશના પ્રથમ AI સજ્જ અને હાઈટેક કાર્યાલય ‘નમો કમલમ’ નું લોકાર્પણ કરશે, જે નવસારી માટે એક અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે.

હાઈટેક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનો અદ્ભુત સમન્વય

માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં અને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ 40 હજાર સ્ક્વેર ફૂટનું ‘નમો કમલમ’ માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નથી, પરંતુ આધુનિક ભારતનું એક રોલ મોડલ છે. કોર્પોરેટ શૈલીમાં નિર્મિત આ કેમ્પસ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, સોલર પેનલ્સ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી પર્યાવરણપૂરક સુવિધાઓથી સુસજ્જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કાર્યક્ષમ ઉપયોગ કરીને સંગઠનને વધુ સક્રિય અને સુગ્રથિત બનાવતું આ કાર્યાલય દેશના તમામ રાજકીય કાર્યાલયો માટે આધુનિકતા અને ગ્રીન એનર્જીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

રાજકીય સુસજ્જતા સાથે જનકલ્યાણનો મહાયજ્ઞ

આ ઐતિહાસિક મુલાકાત માત્ર સંગઠનની શક્તિ પ્રદર્શન પૂરતી સીમિત નથી, પરંતુ તેને જનસેવાના મહાયજ્ઞ સાથે જોડવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને વધાવવા નવસારી જિલ્લા પ્રશાસન અને ભાજપ સંગઠન દ્વારા જનભાગીદારીથી એક વ્યાપક કલ્યાણકારી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. TB મુક્ત નવસારી, કુપોષણ નાબૂદી, 350 થી વધુ ગામોમાં સ્વચ્છતા અભિયાન અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. એક તરફ હાઇટેક કાર્યાલયની ગૌરવવંતી ભેટ અને બીજી તરફ છેવાડાના માનવી સુધી પહોંચતો સશક્તિકરણનો લાભ – નવસારી આજે દેશ સામે વિકાસ, આધુનિકતા અને સુશાસનનું નવું શિખર સર કરી રહ્યું છે.

 

Continue Reading

ગુજરાત

મહારાષ્ટ્રના પાલઘરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ પર્વતીય ટનલ પૂર્ણ

Published

on

MT 5 ટનલ બંને બાજુથી ખોદાણ કરી, 18 મહિનામાં થઇ પૂર્ણ

નવસારી : ભારત સરકારનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપ સાથે નવા કીર્તિમાન સ્થાપી રહ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત 7 ટનલ બની રહી છે, જેમાં મહારાષ્ટ્રના પાલઘરનાં સફાલે ખાતેની પર્વતીય ટનલ પૂર્ણ થતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપી કાર્યપદ્ધતિના વખાણ કરવા સાથે મધ્યમ વર્ગને સસ્તી મુસાફરી પુરી પાડશેની આશા વ્યક્ત કરી છે.

અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિથી તૈયાર થઇ ટનલ

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી દોડાવવાનું આયોજન કરી, શરૂ કરેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપ પણ વધી છે. ગુજરાતમાં ટ્રેકનાં કામ સાથે નદીઓ, હાઈવે પરના પુલ સહિત રેલ્વે સ્ટેશનો પણ તૈયાર થવાને આરે છે. જયારે મહારાષ્ટ્રમાં પણ મહત્વના માઈલસ્ટોન મેળવી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રના પાલઘરના સફાલે નજીક પર્વતને કોરીને બુલેટ ટ્રેન માટે ટનલ બનાવવાનું કામ પૂર્ણ થયુ છે. MT – 5 ટનલ બનાવવા પર્વતને બંને બાજુથી ખોદવામાં આવ્યો હતો. ટનલના ખોદાણ માટે અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોદાણ દરમિયાન જમીનની સ્થિતિનું વાસ્તવિક નિરીક્ષણ કરવા સાથે વાસ્તવિક સ્થળ સ્થિતિને આધારે શોટ ક્રિટ, રોક બોલ્ટ અને જાળીના ગર્ડર માટેની સપોર્ટ સીસ્ટમ મુકવામાં મદદરૂપ થાય છે. ટનલના નિર્માણ વખતે વેન્ટીલેશન, આગની ઘટનાને નિવારવાના પગલા અને યોગ્ય રીતે બહાર નીકળવા સાથે તમામ સલામતીના માનકોનું કડક પાલન કરવામાં આવ્યું હતું.

508 કિમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 27.4 કિમી લંબાઈની ટનલ

અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ MAHSR પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિમી છે. જેમાં ટનલની કુલ લંબાઈ 27.4 કિમી છે. જેમાંથી 21 કિમી ભુગર્ભ ટનલ અને 6.4 કિમી સપાટીની ટનલ છે. 8 પર્વતીય ટનલમાંથી મહારાષ્ટ્રની 7 ટનલની લંબાઈ 6.05 કિમી છે અને ગુજરાતની એક ટનલ 350 મીટર લાંબી છે. મહારાષ્ટ્રની 7 ટનલના કાર્યરત કામમાં 820 મીટર લાંબી MT-1 ટનલનું કામ 15 ટકા, 228 મીટર લાંબી MT-2 ટનલનું કામ હાલ શરૂ થયુ છે. 1403 મીટર લાંબી MT-3 ટનલનું કામ 35.5 ટકા, 1260 મીટર લાંબી MT-4 ટનલનું કામ 31 ટકા પૂર્ણ થયુ છે. જયારે MT-5 ટનલ પર્વતીય ટનલોમાં સૌથી લાંબી છે અને 1480 મીટર એટલે દોઢ કિમી ટનલ પૂર્ણ થઇ છે. સાથે જ 454 મીટર લાંબી MT-6 ટનલનું કામ 35 ટકા તેમજ 417 મીટર લાંબી MT-7 ટનલનું કામ 28 ટકા પુરૂ થયુ છે.

ભારતના પરિવહન માળખામાં મોટુ પરિવર્તન સાબિત થશે બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિમી લાંબો છે, જેમાં 352 કિમી ગુજરાત અને દાદરા નગર હવેલીમાં અને અને 156 કિમી મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ જેવા મુખ્ય શહેરોને જોડી ભારતના પરિવહન માળખામાં મોટુ પરિવર્તન સાબિત થશે.

બુલેટ ટ્રેન શરૂ થતા અમદાવાદથી મુંબઈ માત્ર 1.58 કલાકમાં પહોંચાડશે

MT – 5 ટનલનાં પૂર્ણતા પર કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ગતિએ ચાલી રહેલા પ્રોજેક્ટ કાર્યનાં વખાણ કરતા કહ્યુ કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નોંધપાત્ર રોજગાર સર્જી રહ્યો છે અને કામગીરી દરમિયાન વધારાની તકો પણ ઉભી કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થતા મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી સમય ઘટાડશે, બુલેટ ટ્રેનમાં માત્ર 1.58 કલાકમાં જ મુખ્ય વ્યાપારી કેન્દ્રો પર પહોંચવાને કારણે બે રાજ્યના અર્થતંત્રને જોડવા સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો કરશે. બુલેટ ટ્રેન થકી નવા ઔધોગિક અને IT ઉદ્યોગના વિકાસને મજબૂતી મળશે. જેના થકી લાંબાગાળાના આર્થિક લાભ સાથે આરામદાયક અને સસ્તી મુસાફરી મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. આ પ્રોજેક્ટ રોડ પરિવહનની સરખામણીએ 95 ટકા ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થશે.

Continue Reading

ગુજરાત

GCAS પોર્ટલ ઉપરની ખામીઓમાં સુધારા કરવાની ABVP ની માંગ

Published

on

By

જિલ્લા કલેકટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ

નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ બનાવી, ગુજરાત કોમન એડમીશન સર્વિસ (GCAS) પોર્ટલ બનાવ્યુ છે, પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને સરકારની બ્યુરોકેસી દ્વારા સુધારવામાં આળસ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે નવસારી જિલ્લા ABVP દ્વારા 7 મુદ્દાઓના સુધારાની માંગ સાથે જિલ્લા કલેકટર મારફત રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

48 કલાકમાં હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવે, તો આંદોલનની ચીમકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) 75 વર્ષોથી વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે કાર્યરત છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયો અને તેના સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા બનાવવામાં આવી છે. જેમાં ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારે GUJARAT COMMON ADDMISSION SERVICE (GCAS) પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ પોર્ટલ પર અનેક ખામીઓ છે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ સમસ્યાઓના સમાધાન માટે આજે નવસારી જિલ્લા ABVP ના કાર્યકર્તાઓ દ્વારા નવસારી જિલ્લા કલેકટરના ચીટનીસને આવેદનપત્ર આપી, રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 7 મુદ્દાઓ સુચવી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના પોર્ટલમાં સુધારા કરવાની માંગ કરી છે. સાથે જ જો 48 કલાકમાં સરકાર દ્વારા પોર્ટલમાં સુધારો ન કરવામાં આવશે, તો ABVP રસ્તા પર ઉતરી, ઉગ્ર આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ 7 મુદ્દાઓ દર્શાવી, પોર્ટલ ઉપર સુધારો કરવાની કરી માંગ

ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, તેમને માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ગ્રામ્ય વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીના અભાવને કારણે પ્રવેશથી વંચિત ન રહે, વિદ્યાર્થી પહેલા રાઉન્ડમાં એડમીશન મેળવે છે, એ બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકતો નથી અને તે પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. વિદ્યાર્થીએ પ્રવેશ રદ્દ કરવો હોય કે ફોર્મમાં રહેલ ભુલ સુધારી શકાતી નથી, GCAS દ્વારા લેવાતો ડેટા ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, એની માહિતી આપવામાં આવે, કોલેજના મેરીટ લીસ્ટ કયા માપદંડથી બને છે, એની કોઈપણ પ્રકારની માહિતી નથી. જેના કારણે પોર્ટલની પાર્દાશીતા ઉપર સવાલો ઉભા થાય છે, પોર્ટલ ઉપર કોઈ દસ્તાવેજની ચકાસણી શક્ય નથી, વિદ્યાર્થી જે જાતી દર્શાવે, એને જ માની લેવામાં આવે છે, જેથી પ્રવેશ આપવામાં ભુલ થઇ શકે છે, LLB લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઇ, જેને તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેટલાક સ્નાતક અભ્યાસક્રમોના છેલ્લા સેમેસ્ટરના પુન: ચકાસણી કે પુરક પરીક્ષાના પરિણામ બાકી છે, ત્યારે PG વિદ્યાર્થીઓ માટે અલગ પ્રવેશ પ્રક્રિયાની વ્યવસ્થા કરવામાં આવે અથવા પરિણામ જાહેર કરવામાં આવે, પોર્ટલ પર કઈ કોલેજમાં કેટલી બેઠકો છે, કેટલી બાકી છે, કટઓફ ક્યાં છે, ફી કેટલી છે અને આરક્ષિત બેઠકો કેટલી છે, એની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવી છે.

Continue Reading
Advertisement

Trending