Connect with us

અપરાધ

ચીખલીમાં SMCનો સપાટો : 10.20 લાખના વિદેશી દારૂ ભરેલ લક્ઝરી કાર સાથે બેની ધરપકડ

Published

on

સુરત દારૂ મંગાવનારા બુટલેગરો અને ફોર્ચ્યુનર માલિક સામે ગુનો દાખલ

નવસારી : નવસારી જિલ્લાના હાઈવે અને આંતરિક માર્ગો પરથી રોજના લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થાય છે. ત્યારે જિલ્લામાં દારૂના ગેરકાયદે નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરે ચીખલીના મલિયાધરા ગામ નજીકથી 10.20 લાખનો વિદેશી દારૂ ભરેલ લક્ઝરી કાર સાથે બે ખેપિયાની ધરપકડ કરી હતી. આ કામગીરીથી દક્ષિણ ગુજરાતના દારૂ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મલીયાધારા સીમમાંથી લાખોનો દારૂ અને લકઝરી કાર જપ્ત

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલીંગમાં હતી, દરમિયાન મળેલ બાતમીને આધારે મલીયાધારા ગામની સીમમાં, અટગામથી ચીખલી તરફ આવતા મુખ્ય માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચીખલી તરફ આવતી એક લકઝરી કાર શંકાસ્પદ જણાતા, પોલીસે તેને આંતરીને અટકાવી અને કારને તપાસતા તેમાંથી 10.20 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બિયરની કુલ 4,484 બાટલીઓ મળી આવી હતી. વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી દારૂના આ જથ્થા સાથે 20 લાખની લકઝરી કાર, 20 હજારના બે મોબાઈલ ફોન મળીને કુલ 30.40 લાખ રૂપિયાનો અને મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થળ પરથી બે દબોચાયા, સુરતના બુટલેગરો સહિત 6 વોન્ટેડ

SMC પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા વાપીના જીતુ ઉર્ફે યતિન રાઠોડ અને પારડીના મીત ઉર્ફે મીતલો માહયાવંસીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ દારૂનો જથ્થો સુરતમાં સપ્લાય કરવાનો હતો. આ નેટવર્કમાં સંકળાયેલા નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો, વિવેક, શાહબાજ અને પગલો ઉપરાંત સુરતમાં દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર અને ટોયોટા ફોર્ચ્યુનર ગાડીના માલિક સહિત કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. સમગ્ર મુદ્દે પોલીસે કુલ 8 આરોપીઓ સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ આરંભી છે.

અપરાધ

નેશનલ હાઈવે પર બલવાડા પાસેથી 3.50 લાખનો દારૂ ભરેલ કાર સાથે બેની ધરપકડ

Published

on

By

લકઝરી કારથી પાયલોટીંગ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ

નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ સુરત તેમજ આગળના જિલ્લાઓમાં ખેપિયાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે ચીખલી પોલીસે લક્ઝરીયસ કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજ નજીકથી 3.50 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે વલસાડના બે ખેપિયાઓની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની કારનું પાયલોટિંગ કરતી લકઝરી કારમાં સવાર મુખ્ય સૂત્રધાર સાથે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

સેલવાસથી દારૂનો જથ્થો ભરી કડોદરા સપ્લાય કરવાનો ખેલ પકડાયો

મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના PSI આર.એન. વાડલે અને કર્મચારીઓ ખાનગી વાહનોમાં હાઈવે પર પેટ્રોલીંગમાં હતા. દરમીયાન સર્વેલન્સ ટીમના ASI અલ્પેશભાઈ અને HC મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમીયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક સફેદ રંગની કારને પોલીસે આંતરી, તેને અટકાવી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી 3,50,640 રૂપિયાની 25 પુંઠાના બોક્સમાંથી વ્હિસ્કી તથા ટીન બિયર મળી કુલ 1020 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 5 લાખની કાર, 2 મોબાઈલ અને દારૂ મળી કુલ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કારચાલક અને વલસાડના ઉદવાડા તાલુકાના સરોધી ગામે રહેતા મીતકુમાર ઉર્ફે મીતલો માહ્યાવંશી અને વલસાડના વાપી તાલુકાના બલીઠા ગામે રહેતા અક્ષયકુમાર રાઠોડની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

લકઝરી કાર વડે પાયલોટીંગ કરનાર નવસારીનો બુટલેગર ‘આઝાદ લંગડો’ વોન્ટેડ જાહેર

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરીને સુરતના કડોદરા ખાતે સપ્લાય કરવાનો હતો. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર નવસારીના લક્ષ્મી ટોકીઝ પાછળ રહેતો નસીમુદ્દીન ઉર્ફે ‘આઝાદ લંગડો’ છે, જેણે સેલવાસથી દારૂ ભરાવ્યો હતો અને પોતાની લકઝરી કાર વડે આગળ પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સુરત તરફ રવાના કરાવ્યો હતો. ચીખલી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી આઝાદ લંગડો તેમજ કડોદરા ખાતે દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

RTO ઇ-ચલણની લિંક મોકલીને મોબાઈલ હેકિંગથી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીના બેની ધરપકડ

Published

on

By

આરોપીઓએ RTO ચલણની નકલી APK ફાઇલ મોકલી 10 લાખની કરી હતી સાયબર છેતરપિંડી

નવસારી : સાયબરની જાળ ફેલાવા સાથે એમાં અપરાધની ગૂંચ પણ વધતી જાય છે. ઠગબાજો અનેક તિકડમ લગાવી, સેંકડો કે હજારો કિમી દૂર બેઠેલા નાગરિકને શિકાર બનાવી, તેમના એકાઉન્ટને હેક કરીને લાખો રૂપિયા સાયબર ફ્રોડ થકી સેરવી લેતા હોય છે. RTO ઈ ચલણની APK ફાઈલ મોકલી જલાલપોરના દુકાનદારના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેનારા મહારાષ્ટ્રના ઠગબાજોને પકડવામાં જલાલપોર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પુણે અને બારામતી ખાતેથી બે સાયબર ઠગોને દબોચી લીધા છે. ટેકનિકલ એનાલિસિસ થકી જલાલપોર પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાને ઉકેલી કાઢ્યો છે.

બોગસ RTO ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો અને 10 લાખ ટ્રાન્સફર કરી લીધા

મળતી માહિતી મુજબ, નવસારીના જલાલપોર વિસ્તારમાં ગૌરીશંકર મોહલ્લામાં રહેતા દીપકકુમાર પ્રવીણભાઈ ડુમાસીયા લિફ્ટ રિપેરિંગનું કામ કરે છે. ગત 31 ઓગસ્ટના રોજ દીપકના કારીગર નવનાથના વ્હોટસએપ નંબર પરથી RTO ચલણની APK ફાઈલ આવી હતી. જેથી RTO માંથી કોઈ ચલણ આવ્યું હશે એવી વિચારીને દીપક ડુમસીયાએ APK ફાઈલ ઓપન કરી લીધી હતી. જે ઓપન કર્યા બાદ open કે denay ઓપ્શન આવતા, દીપકે તેને denay કરી વ્હોટસએપમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર HDFC Bank ના અને જિયોના કોલ ફોરવર્ડના તથા Email ID ના પાસવર્ડ બદલાયેલા હોય એવા મેસેજ આવતા, દીપકને ધ્રાસ્કો પડ્યો હતો અને તેણે તાત્કાલિક બેંક મેનેજરને ફોન કરી, તેમના 4 બેંક એકાઉન્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. બેંક એકાઉન્ટ બ્લોક કર્યા બાદ છેલ્લા ટ્રાન્ઝેક્શન છેક કરતા 5 સપ્ટેમ્બરના રોજ દીપકના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયાની FD ની રકમ ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં ખાતું ધરાવતા અને મહારાષ્ટ્રના પુણેમાં રહેતા સાંસર ગામે રહેતા નિખિલ સુનીલ અંબોડે નામના ઈસમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. જેથી દીપક ડુમસીયાએ જલાલપોર પોલીસ મથકે સાયબર છેતરપિંડી અંતર્ગત ગુનો નોંઘવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ટેકનિકલ એનાલિસિસના આધારે જલાલપોર પોલીસની પુણે અને બારામતીમાં રેડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જલાલપોર PI એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ટેકનિકલ એનાલિસિસમાં મુખ્ય આરોપી નિખિલ અંબોડે મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટુકડી તાત્કાલિક પુણેના સાંસર ગામે પહોંચી હતી અને 25 વર્ષીય નિખિલ સુનીલ અંબોડેને દબોચી લીધો હતો. નિખિલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના સાથીદાર અને મહારાષ્ટ્રના બારામતીમાં સોમેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય સૈરાજ અશોક લોંઢેનું નામ ખુલ્યું હતું . જેથી પોલીસે બારામતી ખાતેથી સૈરાજ લોન્ઢેની પણ ધરપકડ કરી હતી. બંને સાયબર ઠગોને પોલીસે નવસારી લાવી, સાયબર છેતરપિંડીના ગુનામાં તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ છે..? ટ્રાન્સફર કરેલી 10 લાખ રૂપિયાની રકમ ક્યાં મોકલી અથવા એનું શું કર્યું..? વગેરે સવાલોના જવાબ મેળવવા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

અપરાધ

ચીખલીના મલીયાધરા ગામે ખેતરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 જુગારિયાઓ પકડાયા

Published

on

By

પોલીસે 91 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી, 3 ને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારીના ચીખલી તાલુકાના મલીયાધરા ગામે ખુલ્લા ખેતરમાં રમાતા જુગાર પર ચીખલી પોલીસે દરોડો પાડી જુગાર રમતા 5 જુગારિયાઓને પકડી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 91 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી, નાસી છૂટેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

બાતમીના આધારે સર્વેલન્સ ટીમનો દરોડો : 5 જુગારીયાઓ રંગેહાથ ઝડપાયા

મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના મલિયાધરા ગામના ભૂરી ફળિયા સ્થિત એક ખેતરમાં કેટલાક લોકો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી ચીખલી પોલીસના HC વિજયભાઈ દેવાયતભાઈને મળી હતી. જેને આધારે ચીખલી પોલીસ સ્ટેશનના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શનમાં PSI આર. એન. વાદળે અને ટીમે મલીયાધરા ગામના ભુરી ફળીયા સ્થિત રાજેશ પટેલના ખેતર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારિયાઓ પર દરોડો પાડતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે ઘટના સ્થળેથી ગણદેવીના ઉંડાચ ગામે રહેતા રાજુ પટેલ, બામણબેલ ગામે રહેતા કુશ ચૌહાણ, મલિયાધરા ગામે રહેતા રાજેશ પટેલ અને મયુર પટેલ અને બીલીમોરાના દિલીપસિંગ લબાનાને દબોચવામાં સફળતા મેળવી હતી.

91,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપીઓ વોન્ટેડ જાહેર

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તથા દાવમાં મૂકેલ રોકડ સહિત કુલ 20,790 રૂપિયા રોકડા, 50,500 રૂપિયાના 6 મોબાઈલ ફોન, 20 હજાર રૂપિયાની એક બાઈક અને ગંજીપાના મળી કુલ 91,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ચીખલીનો મોબીન મહમંદ શેખ આંતલિયાનો સંજય ઉપેન્દ્રભાઇ પટેલ અને વલસાડના ગોયર ગામનો ભીતેશ ઉર્ફે ભાવો ભીખુભાઇ પટેલ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી, ચીખલી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ PSI આર.એન. વાડલેને સોંપી છે.

Continue Reading
Advertisement

Trending