ગુરૂહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમન પૂર્વે યુવાનોના 93 કલાકના અખંડ ઉપવાસ અને ‘સત્સંગ દીક્ષા’ના પઠનયજ્ઞ સાથે ભક્તોની અનોખી ગુરુભક્તિ
નવસારી : સાત વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવતા જ સંસ્કારનગરી નવસારીના આંગણે આધ્યાત્મિક ચેતનાનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા, વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી 1 ડિસેમ્બરે તિથલથી નવસારી પધારી રહ્યા છે. 16 ડિસેમ્બર સુધીના તેમના આ પાવન રોકાણ દરમિયાન નવસારી શહેર, જિલ્લો અને ડાંગના અંતરિયાળ વિસ્તારોમાંથી ઉમટનાર લાખો હરિભક્તો માટે દર્શન, આશીર્વાદ અને જીવનઘડતરના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે, જેને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે જાણે નૂતનવર્ષ અને દિવાળી જેવો ભક્તિમય ઉત્સવ છવાયો છે.
30 વિભાગોમાં 150થી વધુ ભક્તોનો રાત્રિ-શ્રમયજ્ઞ

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false,”is_sticker”:false}


{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false,”is_sticker”:false}

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false,”is_sticker”:false}

ગુરુહરિના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગ્રીડ સ્થિત BAPS મંદિરના કોઠારી પૂર્ણકામ સ્વામી અને આનંદ કિશોર સ્વામીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે, બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંત સ્વામીના આગમને થોડા દિવસો બાકી છે, ત્યારે પરિસરમાં છેલ્લા દોઢ મહિનાથી ભક્તિ અને સમર્પણનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. બહારગામથી આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સુશોભન, વિશાળ ડોમ, પાર્કિંગ, ભોજનશાળા, મેડિકલ અને ઉતારા સહિત કુલ 30 વિભાગોમાં સ્વયંસેવકો દિવસ-રાત કાર્યરત છે. ખાસ કરીને નવસારી ઉપરાંત બીલીમોરા, ગણદેવી, વાંસદા અને વઘઈ જેવા ગામોમાંથી દરરોજ રાત્રે 9 વાગ્યે 150થી વધુ હરિભક્તો મંદિરે એકત્ર થઈ ચાર કલાક સુધી નિઃસ્વાર્થ શ્રમદાન કરી રહ્યા છે, જ્યારે મહિલા મંડળ દ્વારા ઠાકોરજી સાથે ઘરે-ઘરે પધરામણી કરીને આ આધ્યાત્મિક અવસરનું ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
93 કલાકના અખંડ ઉપવાસ અને ‘સત્સંગ દીક્ષા’ની આરાધના

ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સત્કાર માટે તપ અને આરાધનાનો વિશેષ મહિમા રહ્યો છે, જે નવસારીના ભક્તોમાં પ્રત્યક્ષ જોવા મળી રહ્યો છે. સ્વામીશ્રીના આગમન પૂર્વે 130 યુવકો અને 130 યુવતીઓ દ્વારા સાંકળ ઉપવાસની તપશ્ચર્યા ચાલી રહી છે, જેમાં દરરોજ પાંચ યુવકો નિર્જળા કે સજળા ઉપવાસ કરી ગુરુચરણોમાં ભક્તિ અર્પણ કરે છે. આટલું જ નહીં, અનેક યુવા હૈયાઓએ સ્વામીશ્રીના સ્વાગતમાં સળંગ 93 કલાકના ઉપવાસનો કઠિન સંકલ્પ લીધો છે. બીજી તરફ, નવસારીની ધરતી પરથી જ સ્વામીશ્રીએ ભેટ આપેલા 315 શ્લોકના ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના પ્રત્યેક બહેન દીઠ 93 પઠન કરવાનો સંકલ્પ લઈ મહિલા મંડળે વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું છે.
16 દિવસ, વિવિધ થીમ : સંયમ, સંપ અને વનવાસી ઉત્કર્ષના દર્શન

મહંત સ્વામી મહારાજના 16 દિવસીય રોકાણ દરમિયાન દરરોજ વિશિષ્ટ થીમ આધારિત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં 100થી વધુ બાળકો, 60 યુવકો અને 60 વરિષ્ઠ નાગરિકો કલાના માધ્યમથી સંસ્કારોનું સિંચન કરશે. 3 ડિસેમ્બરે યુવાધન માટે ‘સંયમ દિન’, 7 ડિસેમ્બરે ‘મહિલા દિન’ અને 8 ડિસેમ્બરે ‘સંપ દિન’ની ઉજવણી થશે. આ મહોત્સવનું સૌથી ભાવુક પાસું 10 ડિસેમ્બરનો ‘વનવાસી ઉત્કર્ષ દર્શન’ કાર્યક્રમ રહેશે, જેમાં વાંસદા, ઉનાઈ અને ડાંગના જંગલ વિસ્તારોમાં BAPS દ્વારા ખીલવેલા સંસ્કાર અને વ્યસનમુક્તિના ઉપવનની ઝાંખી કરાવાશે. ત્યારબાદ 11 ડિસેમ્બરે ‘શિક્ષણ દિન’ નિમિત્તે વિદ્યાર્થીઓના ઘડતર માટે ‘ચાલો બનીએ આદર્શ’ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે.
પૂર્ણા નદીના કિનારે પુષ્પતુલા અને નીલકંઠવર્ણી પ્રતિષ્ઠાનો ત્રિવેણી સંગમ

આ સમગ્ર મહોત્સવનું શિખરબિંદુ આગામી 6 ડિસેમ્બરે ‘સમર્પણ દિન’ના રોજ પૂર્ણા નદીના પાવન તટે આવેલી અક્ષરવાડી ખાતે જોવા મળશે, જ્યાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ભક્તિ તુલા (પુષ્પતુલા) મહોત્સવ સંપન્ન થશે. આ ઉપરાંત નારાયણ સ્વરૂપ સભાગૃહ ખાતે યોજાનારા દૈનિક સત્સંગ સભાઓની સાથે મંદિર પરિસરમાં તપોમૂર્તિ નીલકંઠવર્ણી પ્રભુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને ‘સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ’ની દ્વિતીય કુટીરનો મંગલ પ્રારંભ પણ ગુરુહરિના વરદ હસ્તે કરવામાં આવશે, જે નવસારીના આધ્યાત્મિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરશે.
બ્રહ્મનિષ્ઠ સંતના સાનિધ્યમાં અંતરના અંધકારને ઉજાસમાં ફેરવવાની એક અમૂલ્ય તક
જ્યારે એક બ્રહ્મનિષ્ઠ સંત કોઈ નગરમાં પગલાં પાડે છે, ત્યારે તે માત્ર એક ભૌગોલિક યાત્રા નથી હોતી, પરંતુ અસંખ્ય જીવોના અંતરના અંધકારને ઉજાસમાં ફેરવવાની એક દિવ્ય ઘટના હોય છે. 1 થી 16 ડિસેમ્બર સુધી નવસારીની ધરતી પર વહેનારી આ ભક્તિગંગામાં સ્નાન કરીને દક્ષિણ ગુજરાતનો પ્રત્યેક જીવ શાંતિ, સંયમ અને આદર્શ જીવનની નવી પ્રેરણા સાથે ધન્યતા અનુભવશે.