Connect with us

રમતગમત

કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સમયપાલન જરૂરી – રમણલાલ પાટકર

Published

on

વલસાડ જિલ્લા શાળા ક્રીડામંડળના ૪૯મા વાર્ષિક રમતોત્‍સવનું સમાપન

વલસાડ : વલસાડ જિલ્‍લા માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ક્રીડામંડળ દ્વારા બાઇ આવાંબાઇ હાઇસ્‍કૂલ ખાતે આયોજિત ૪૯મા વાર્ષિક રમતોત્‍સવના સમાપન અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરે વિજેતા ટીમોને અભિનંદન પાઠવી તેઓ જીવનમાં હરહંમેશ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે મંત્રી પાટકરે જણાવ્‍યું હતુ કે, રમતગમત ક્ષેત્રે પ્રોત્‍સાહન મળે, રમતમાં હોશિયાર વિદ્યાર્થીઓને યોગ્‍ય પ્‍લેટફોર્મ મળે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રમત-ગમતમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્‍ત શકિતઓની ખબર પડે છે. હરિફાઇમાં હારજીત તો થાય છે, પરંતુ હારેલી ટીમોએ નિરાશ ન થતાં તેમાંથી બોધપાઠ લઇ નવેસરથી સારા પ્રયાસો હાથ ધરવા જોઇએ. કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને સમયપાલન અને પ્રામાણિક પ્રયાસો હાથ ધરવા જોઈએ. રમતની સાથે શિક્ષણમાં પણ અગ્રેસર બનવું જોઇએ, જેનાથી આગળ જવાનો અવસર પ્રાપ્‍ત થશે. રમતોત્‍સવના આયોજન માટે દાન આપનાર દાતાઓને પણ તેમણે અભિનંદન પાઠવ્‍યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી રમતોત્‍સવની રૂપરેખા આપી રમતનું મહત્ત્વ સમજાવ્‍યું હતું. શિસ્‍ત અનુશાસન રમતમાંથી મળે છે, જેથી દરેક વિદ્યાર્થી શિક્ષણની સાથે રમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જોઇએ.

રમતોત્‍સવમાં કબડ્ડી, વોલીબોલ, રસ્‍સાખેંચ, ખો-ખો વગેરે સ્‍પર્ધાઓમાં જિલ્લાની ૭૧ જેટલી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ૧૯૦૦ કરતા વધુ રમતવીરોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ટીમોને મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્‍યા હતા.

આ અવસરે વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજ આહિર, શિક્ષણ નિરીક્ષક રાજેશ્રીબેન ટંડેલ, ક્રીડા મંડળના હોદ્દેદારો, ક્રીડા મંડળના ઉપપ્રમુખ અશ્વિન રાવલ, મંત્રી ધનસુખભાઇ ટંડેલ, સીનિયર કોચ અંકુર જોષી, અગ્રણી મહેશ ભટ્ટ, પી. એસ. દવે, રમતોત્‍સવ આયોજનના દાતાઓ, રમતોત્‍સવમાં ભાગ લેનારી શાળાના આચાર્યો, પી.ટી. શિક્ષકો, રમતવીરો તેમજ નગરજનો હાજર રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય

ગુજરાત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ – 2031 માટે સજ્જ : વર્લ્ડ એથ્લેટિકસ ડેલિગેશન ગુજરાતમાં

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે  ડેલિગેશનના સભ્યોએ કરી બેઠક

ગાંધીનગર : એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનાં પાંચ સભ્યોનું ડેલિગેશન પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ – 2031 યજમાની માટે ગુજરાતની સજ્જ્તા અને ઇંફ્રાસ્ક્ટ્રક્ચરના નિરિક્ષણ અર્થે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ડેલિગેશનના સભ્યો તેમજ બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીએ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેથક કરી હતી.

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન બે દિવસના ગુજરાતના પ્રવાસે

આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર – 20 ચેમ્પીયનશીપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ 2031 ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. ત્યારે વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ અને નિરીક્ષણ માટે 22 અને 23 જૂન 2026 બે દિવસિય ગુજરાતના પ્રવાસે છે. જેમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ડેલિગેશનના સભ્યોએ ગાંધીનગર ખાતે મુલાકાત કરી, એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેથક બાદ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

ગુજરાતને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 ની યજમાની મળે એ માટે મુખ્યમંત્રી આશાવાદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ – મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ. ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે.  આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ, કોમનવેલ્થ ગેઈમ્સ – 2030 સહિત વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્થળોએ આવી વિશ્વ સ્તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.

બેઠકમા અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ, આદીલ સુમારીવાલા, વાઈસ પ્રેસીડન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધા, 100 ટીમ વચ્ચે જામશે જંગ

Published

on

By

શિવઅંશ કબડ્ડી ક્લબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન

નવસારી : નવસારીના ખેલાડીઓ ક્રિકેટ છોડી રાષ્ટ્રીય રમત કબડ્ડી પ્રત્યે પણ રૂચી લેતા થાય અને સ્થાનિક  ખેલાડીઓને ઘર આંગણે રાષ્ટ્રીય સ્તરનુ મેદાન મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારીના શિવઅંશ કબડ્ડી ક્લબ અને જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા શહેરના લુન્સીકુઈ મેદાનમાં બે દિવસીય ડે નાઇટ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો શનિવારે સાંજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લામાંથી 50 ટીમ, સ્પર્ધામાં વિજેતા ટીમને મળશે 33333 રૂપિયાનો રોકડ પુરસ્કાર

નવસારીના શિવઅંશ કબડ્ડી ક્લબ અને નવસારી જિલ્લા કબડ્ડી એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે 14 અને 15 ડીસેમ્બર બે દિવસો દરમિયાન ડે નાઇટ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ક્લબના સંચાલક નરેન્દ્ર કોળી તેમજ તેમની ટીમે કબડ્ડી પ્રત્યે બાળકો અને યુવાનોને રૂચી જાગે એવા પ્રયાસો કર્યા છે. સાથે જ યુવાનો ક્રિકેટની રમતને બદલે રાષ્ટ્રીય રમત કબડ્ડી પ્રત્યે પણ સભાન થાય, વાલીઓ પણ બાળકોને કબડ્ડી રમવા માટે પ્રોત્સાહિત કરે એવી લાગણી વ્યક્ત કરી છે. શહેરના હાર્દ સમા લુન્સીકુઈ મેદાનમાં આયોજિત કબડ્ડી સ્પર્ધાનો શનિવારે સાંજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય તેમજ અન્ય પદાધિકારીઓએ દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધામાં કબડ્ડી રમવા બે મેદાન બનાવવામાં આવ્યા છે, જેના ઉપર કબડ્ડીના ખડતલ ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી વિજેતા બનાવાનો સ્તુત્ય પ્રયાસ કરશે. સ્પર્ધામાં નવસારી જિલ્લાની 50 ટીમ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે જ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાંથી પણ કબડ્ડી ટીમ ભાગ લઇ રહી છે. એક પછી એક ટીમોને હરાવી વિજેતા બનનાર ટીમને 33333 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને કપ, દ્વિતીય વિજેતા ટીમને 15555 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને કપ તેમજ તૃતીય વિજેતા ટીમને 7777 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ શ્રેષ્ઠ રમત રમનારા ખેલાડીને અલગ અલગ કેટેગરીમાં મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. ઘર આંગણે રમાઇ રહેલી રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં નવસારીનો સોહમ સુરતી કાસ્ય પદક જીત્યો

Published

on

By

તરણમાં સોહમની સિદ્ધિએ નવસારીમાં ઇતિહાસ રચ્યો

નવસારી : નવસારીના સ્વામી વિવેકાનંદ તરણકુંડના તાલીમાર્થી સોહમ સુરતીએ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતી નવસારીને ગૌરવ અપાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, તરણ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી સોહમે નવસારીમાં ઇતિહાસ રચ્યો છે.

4×100 મિડલ રીલે તરણમાં સોહમનો રહ્યો ઉત્કૃષ્ટ દેખાવ

નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ તરણકુંડ અનેક ખેલાડીઓને તરણમાં પાવરધા બનાવી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓને યોગ્ય બનાવી રહ્યું છે. આવા જ એક તાલીમાર્થી સોહમ સુરતીના ઉત્કૃષ્ટ દેખાવને કારણે તેની ગુજરાતની સ્વિમર ટીમમાં પસંદગી થઈ હતી. ત્યારબાદ સોહમે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. જ્યાં 4×100 મિડલ રીલે તરણમાં સોહમ સુરતીએ કાંસ્ય પદક જીત્યો હતો. સોહમે રાષ્ટ્રીય કક્ષાએ સ્થાપેલો આ કીર્તિમાન નવસારીના તરણ ઇતિહાસમાં પ્રથમ છે.

રાષ્ટ્રીય સ્તરે કાંસ્ય પદક જીતવા પર સોહમને મળી રહી છે શુભકામનાઓ

રાષ્ટ્રીય સ્તરે તરણમાં સિદ્ધિ મેળવનાર સોહમ સુરતીને નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ મીનલ દેસાઈ, ઉપપ્રમુખ સુનિલ પાટીલ, પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશ શાહ, પાલિકા મુખ્ય અધિકારી જે. યુ. વસાવા સહિત તરણકુંડના ઇન્ચાર્જ ઈલ્યાસભાઈ તેમજ સ્ટાફ અને તાલીમાર્થીઓએ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

Continue Reading
Advertisement

Trending